Gujarati Quote in Blog by RaviKumar Aghera

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મજબૂરી"

આ શબ્દ સાંભળતાં જ તમારાં મનની તો ખબર નહીં પણ મારા મનમાં તો કરુણા જન્મી જાય.
આજ નો જ કિસ્સો છે,
આજે જ્યારે હું નૌકરીએથી ઘર તરફ પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં એક ભાઈ ખભે લાલ ઠેલાં માં (Zomato વાળાનો) જવાબદારી ભરી, હાથમાં મોબાઈલમાં લોકેશન જોઈ રહ્યાં હતાં, પણ આ ચિત્ર નવીન ત્યારે લાગ્યું જ્યારે એ ભાઈ સાયકલ પર ડિલિવરી કરવાં જઈ રહ્યાં હતાં,
Deadline નીકળી જવાની બીકે બિચારા બહું જલ્દી થી પગ ચલાવતાં હતાં. આ જ ચિત્ર મનમાં કરુણા જગાવી જાય તેવું હતું. ખરેખર એ વ્યક્તિને પૈસાની જરૂર હશે પણ તેની લોકો મદદ નહીં કરે, પણ કોઈ મંદિર બનાવું હશે, કોઈની મૂર્તિ બનાવી હશે, તો પૈસાવાળા માણસો લાખો કરોડોનું દાન કરશે.
અરે શું કામનું તમારું એ દાન જે કોઈને કામ ન લાગે. જેની પાસે વધું છે એ જરૂરિયાત વાળા ને આપી શકે, શાયદ એજ વસ્તુ ડબલ થઈને પાછી આવી શકે. આપણી સંસ્કૃતિ એજ તો શીખવ્યું છે કે એક માણસ જ બીજા માણસને કામ આવી શકે.

Moral:- એકબીજાની મદદ કરશું તો માણસોને ભગવાનની પણ જરૂર નથી. માણસાઈ ફેલાવો તો દુનિયા જીવવા જેવી જ છે...

- Mr. R

Gujarati Blog by RaviKumar Aghera : 111364220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now