ચાણક્ય મુજબ માનવી આ 4 વસ્તુઓથી ક્યારે સંતુષ્ટ થતો નથી, જાણો જ્ઞાનની વાત
ચાણક્ય નીતિના સોળમાં અધ્યાયના તેરમાં શ્લોકમાં આચાર્ય ચાણક્યે બતાવ્યું છે કે માનવ કઈ ચાર વસ્તુઓથી જીવનભર અસંતુષ્ટ રહે છે. ચાણક્ય કહે છે કે જીવનમાં કેટલીક એવી વસ્તીઓ હોય છે જેનાથી માનવનું મન ક્યારે ભરાતું નથી અને મનુષ્ય આ વાતને સમજી શકતો નથી. જેના કારણે તેઓ મોહ માયામાં ફસાઈ અને તેની ઈચ્છાઓ પૂરી કરવામાં લાગેલો રહે છે. એવામાં મનુષ્ય કેટલીકવાર ખોટા કામ કરે છે. ચાણક્ય નીતિમાં આ વાતને સમજાવવા માટે એક શ્લોક લખવામાં આવ્યો છે.
ચાણક્ય નીતિનો શ્લોક:
ધનેષુ જીવિતવ્યેષુ સ્ત્રીષુ ચાહારકર્મસુ ।
અતૃપ્તાઃ પ્રાણિનઃ સર્વે યાતા યાસ્યન્તિ યાન્તિ ચ ।। 16-13
આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક માનવી જીવનમાં સંપત્તિ, જીવન, સ્ત્રી અને ભોજનથી હમેશા અસંતુષ્ટ રહીને સંસાર છોડીને ચાલ્યા જાય છે અને આગળ પણ એવુંજ ચાલતું રહેશે.
ચાણક્ય કહે છે કે દરેક માણસ પૈસા કમાવવા અને બચત કરવા માટે જીવનભર મહેનત કરે અને દરેક સંભવ પ્રયત્ન કરે છે પરંતુ તેમ છતાં પૈસા ઓછા જ લાગે છે.
ઉપરાંત જીવન જીવવાની ઇચ્છા પણ ક્યારે ઓછી થતી નથી. કોઈ પણ વ્યક્તિ તેની મૃત્યુ ઈચ્છતો નથી પરંતુ એવું ક્યારે થતું નથી.
ચાણક્યના મુજબ માનવ સ્ત્રી, સુખ અને ભોજનથી ક્યારે સંતુષ્ટ થતો નથી શારીરિક જરૂરિયાત મુજબ માનવની ઇચ્છાઓ તો પૂરી થાય છે પરંતુ ક્યારે તેને સંતુષ્ટિ મળતી નથી.
ચાણક્ય કહે છે કે બુદ્ધિમાન મનુષ્યને આ વાતો સમજી લેવી જોઈએ, આ ચારની મોહમાં ફસાઈને કોઈ ખોટું કામ ન કરવું જોઈએ કારણ કે જીવનમાં કોઈ ક્યારે આ ચાર વસ્તુઓથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થયું નથી અને ક્યારે થશે પણ નહીં.