કાચબાની વીંટી પહેરવાના જાણો ફાયદા
દુનિયાભરમાં ઘણા લોકો અલગ- અલગ વીંટી પહેરે છે. જેમાથી એક હોય છે કાચબાની વીંટી, ખરેખર વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને ખૂબ લકી માનવામાં આવે છે તેની સાથે કહેવામાં આવે છે કે ઘરમાં કાચબો રાખવો લાભદાયી હોય છે. હવે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કાચબાની વીંટી પહેરાવાથી શુ લાભ થાય છે.
– કહેવાય છે કે કાચબાની વીંટી ધારણ કરાવથી તમે ધનવાન બની જાઓ છો કારણકે આ વીંટી પહેરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે તમને ધનવાન બનાવી દે છે અને આર્થિક સંકટમાંથી કે પૈસાની તંગીને દૂર કરે છે.
– કુંડળીમાં કોઇપણ પ્રકારનો દોષ હોવા પર જીવનમાં અનેક પ્રકારની તકલીફો આવવા લાગે છે અને વ્યક્તિ પરેશાન રહે છે. જોકે, કાચબાની વીંટી પહેરવામાં આવે તો કુંડલીમાં રહેલા દરેક દોષ નષ્ટ થાય છે અને આ દોષને મુક્તિ મળી જાય છે.
– કહેવામાં આવે છે કે જે લોકોની કિસ્મત સાથ નથી આપી રહી જો તે લોકો આ વીંટી પહેરે તો તેમની બંધ કિસ્મત ખુલી જાય છે. કહેવાય છે કે ઘરમાં થતા કંકાસને દૂર કરવા પણ લોકો આ વીંટી પહેરે છે.
– જે લોકો વિષ્ણુ ભગવાનની કૃપા મેળવવા માંગે છે તે લોકોએ આ વીંટી ધારણ કરી શકે છે. જો વેપાર યોગ્ય રીતે નથી ચાલી રહ્યો તો પણ આ વીંટી પહેરી શકાય છે.
– જે લોકોનું મન અશાંક રહે છે તે લોકો પણ આ વીંટીને ધારણ કરીને મનને શાંત કરી શકે છે. કહેવાય છે કે કાચબાની વીંટી પહેરવાથી આયુષ્ય વધે છે. કહેવાય છે કે લોકો કાયમ બીમાર રહે છે તે લોકો માટે આ વીંટી એક કવચ હોય છે.