આખરે કેમ હોય છે મંત્ર જાપની માળામાં 108 મણકા
તમે દરેક લોકો આ વાતથી વાકેફ હશો કે હિન્દુ ઘર્મમાં આપણે મંત્રના જાપ માટે જે માળાનો ઉપયોગ કરે છે અને તે માળામાં મોતીની સંખ્યા 108 હોય છે. તમને જણાવી દઇએ કે શાસ્ત્રોમાં આ સંખ્યા 108નું ખૂબ મહત્વ માનવામાં આવે છે અને માળામાં 108 દાણા કેમ હોય છે તેની પાછળ અનેક ધાર્મિક, જ્યોતિષ અને વૈજ્ઞાનિક માન્યતા છે તો આવો જોઇએ કેમ હોય છે માળામાં 108 મોતી..
એક માન્યતા મુજબ માળાના 108 દાણા અને સૂર્યની કળાનો ગહેરો સંબંધ છે. કારણકે એક વર્ષમાં સૂર્ય 216000 કલાઓ બદલે છે અને વર્ષમાં બે વખત તેની સ્થિતિ પણ બદલે છે. તે 6 મહિના ઉત્તરાયણમાં રહે છે અને 6 મહિના દક્ષિણાયનમાં અને અતરુ સૂર્ય 6 મહિનાની એક સ્થિતિમાં 108000 વખત કલા બદલે છે કહેવાય છે કે આ સંખ્યા 108000થી અંતિમ ત્રણ શૂન્ય હટાવીને માળાના 108 મોતી નિર્ધારિત કરવામાં આવ્યા છે.
કહેવાય છે માળાનો એક એક મોતી સૂર્યની એક-એક કલાનું પ્રતીક છે અને સૂર્ય જ વ્યક્તિને તેજસ્વી બનાવે છે. સમાજમાં માન-સમ્માન અપાવે છે. કહેવાય છે સૂર્ય જ એકમાત્ર સાક્ષાત દેખાનારા દેવતા છે. આ કારણથી સૂર્યની કલાઓના આધાર પર દાણાની સંખ્યા 1078 નિર્ધારિત કરવામાં આવી છે.
આવો જાણીએ હવે શાસ્ત્રોનો સાર
ષટશતાનિ દિવારાત્રૌ સબસ્ત્રાણ્યેકં વિશાંતિ
એતત્ સંખ્યાન્તિતં મંત્રં જીનો જપતિ સર્વદા…
આ શ્લોકનો અર્થ છે કે એક પૂર્ણ રૂપથી સ્વસ્થ વ્યક્તિ દિવસભર જેટલી વખત શ્વાસ લે છે તેનાથી માળાના દાણાની સંખ્યા 108નો સંબંધ છે. સામાન્યતરુ 24 કલાકમાં એક વ્યક્તિ આશરે 21600 વખત શ્વાસ લેતા હોય છે. દિવસના 24 કલાકમાંથી 12 કલાક દૈનિક કાર્યોમાં વ્યતીત થઇ જાય છે અને શેષ 12 કલાકમાં વ્યક્તિ 10800 વખત શ્વાસ લે છે.