કેવું પરિણામ મળે જ્યારે કુંડળીમાં રાહુ-કેતુ સાથે બને મંગળનો સંયોગ?
મંગળ ગ્રહ સાથે જ્યારે બીજા ગ્રહની યુતિ થાય ત્યારે તેની અસર લોકોના જીવન પર પડે છે. મંગળ ગ્રહ આમ પણ જેમની કુંડળીમાં હોય તેમને સામાન્ય જાતક કરતા વધારે અસર થાય છે. જ્યારે ગ્રહોનો શુભ સંયોગ બને ત્યારે મંગળ પદ, પ્રતિષ્ઠા, અપાર સંપત્તિ અને સુખ અપાવે છે. જ્યારે મંગળ ગ્રહ બીજા ગ્રહ સાથે અશુભ યોગ બનાવે ત્યારે જીવનમાં કોઈ કારણ વગર જ અસહ્ય મુશ્કેલીઓ અને તકલીફ આવે. કોઈ રસ્તો ન સુજે અને જીવનમાં મુશ્કેલીઓ મનને વિચલીત કરી દે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ સાથે મંગળ નો સંબંધ મોટી ઘટનાઓ માટે કારણ બને છે. લાલગ્રહથી રાહુ-કેતુનો સંબંધ કેટલીક વાર ખુબજ ખરાબ પરિણામ લાવે છે. જો તમારી કુંડળીમાં મંગળ રાહુ કે કેતુ સાથે મળીને કોઈ વિચિત્ર યોગ બનાવે છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે કેમકે તમારા જીવનમાં ટુંક સમયમાં કોઈને કોઈ મોટી ઘટનાઓ થવાની છે.
મંગળ અને રાહુના સબંધનો પ્રભાવ
આ બંને ગ્રહોની જો યુતિ થાય તો સામાન્ય રીતે નકારાત્મક પરિણામ જ મળે છે. આ સંબંધથી હવાઈ યાત્રા, ઇલેક્ટ્રોનિક્સ અને રસોડા સાથે જોડાયેલી મોટી દુર્ઘટનાનો યોગ બને છે. જો કુંડળીમાં આ યોગ હોય તો જાતકે કાળભૈરવની સાધના કરવી જોઈએ.
મંગળ અને કેતુના યુતીની અસર
મંગળ અને કેતુનો સંબંધ વ્યક્તિને ખુબજ પરાક્રમી અને સાહસીક બનાવે છે. મોટા મોટા યોદ્ધાઓ અને શુરવીરોની કુંડળીમાં આ યોગ જોવા મળે છે. જો આ યોગમાં શનિનો સાથ હોય તો શૌર્ય મેળવીને વીરગતિને પ્રાપ્ત કરે છે. કુંડળીમાં આ યોગ હોય તો ત્રાંબામાં મઢીને હનુમાન ચાલીસા ધારણ કરવી જોઈએ.