Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગર્ભવતી પત્નીને પતિએ કહ્યું એવું કે સાંભળીને તમે પણ થઈ જશો ખુશ ખુશ

એક ગર્ભવતી પત્નીએ તેના પતિને પૂછ્યું કે તમે શેની આશા રાખો છો. દીકરો આવે તેમ ઈચ્છો છો કે દીકરી આવે તેમ ઈચ્છો છો. ત્યારે પતિ હસી પડ્યો. તેણે કહ્યું કે જો આપણો કોઈ દીકરો થશે તો હું તેને ગણિત શીખવીશ. અમે સાથે ક્રિકેટ તેમજ અન્ય રમતો રમીશું. હું તેને દરેક સારી ચીજો શીખવીશ. જ્યારે પત્નીએ હસતાં હસતાં કહ્યું કે પણ દીકરી થશે તો… પતિએ એવો જવાબ આપ્યો કે તમારી આંખો ખુશીથી ભરાઈ આવશે.

પતિએ કહ્યું કે જો આપણા ઘરે દીકરી અવતરીને તો મારે તેને કશું જ શીખવાડવું નહિં પડે. કારણ કે તે મને ફરીથી એ તમામ ચીજો શીખવશે. જેમ કે કેવા કપડાં પહેરવા, કેવી રીતે જમવું, શું કરવું શું ન કરવું. મારી દાદી અમ્મા થઈને રહેશે.

જો ટૂંકમાં કહ્યું તો તે મારી બીજી મા હશે. . ભલેને હું તેના માટે ખાસ કશું ન કરું, છતાં તે મને તેનો હીરો માનશે. તે ઈચ્છશે કે જ્યારે તે મોટી થાય ત્યારે તેનો પતિ પણ મારા જેવો હોય. જ્યારે હું તેને કોઈ વાત માટે મનાવીશ તો તે હમેંશા મને સમજશે.

અરે તે કેટલી મોટી કેમ ન થઈ જાય, હમેંશા તેના પતિની તુલના મારી સાથે કરશે. તે હમેંશા એમ જ ઈચ્છશે કે હું એક નાની બાળકીને પ્રેમ કરું તેમ જ તેને ચાહું. તે મારા માટે આખી દુનિયાથી લડશે. જો કોઈ મને દુઃખી કરશે તો તે તેને ક્યારેય માફ નહિં કરે.

પત્નીએ કહ્યું કે શું તમારો કહેવાનો અર્થ એ છે કે તમારી દીકરી એ બધાં જ કામ કરશે પણ તમારો દીકરો એ બધાં કામ નહિં કરે. ત્યારે પતિએ કહ્યું કે ના… ના… એવું નથી..દીકરો પણ એ બધાં જ કામ કરશે પણ તેને બધું શીખવાડવું પડશે જ્યારે દીકરીઓ તો અનેક ખૂબીઓ અને આવડતો લઈને જન્મે છે. દીકરીના પિતા બનવું એ કોઈ પણ પુરુષ માટે ગર્વની વાત છે. એ વાત પર પત્ની બોલી.. પણ તે આપણી સાથે હમેંશા નહિં રહે. એક દિવસે તે લગ્ન કરીને સાસરે ચાલી જશે.

પતિએ કહ્યું કે તેમછતાં પણ આપણે તેની સાથે રહીશું. તેના દિલમાં, હમેંશાને માટે. તેથી હકીકતમાં એનાથી કોઈ ફરક નથી પડતો કે ત્યાં ક્યાં રહે છે કે ક્યાં જાય છે. તે દૂર રહીને પણ આપણાથી હમેંશા જોડાયેલી રહેશે. આથી ઈશ્વરનો જે ચુકાદો હશે તેમાં મને કોઈ જ ફરિયાદ કે ઈચ્છા અનિચ્છા નહિં હોય.

પત્નીએ પૂછ્યું કે શું પુત્રવધુ તે બધું ન કરી શકે જે દીકરી કરે.. પતિએ કહ્યું કે પુત્રવધુને પહેલાં દીકરી ગણવી પડે. તેના ગમા-અમગમાનો ખ્યાલ રાખવો પડે. દીકરી જેમ ઘરની માન અને મર્યાદા હોય છે. દીકરી જેમ ઘરનું અભિમાન હોય છે તેમ પુત્રવધુને એ સ્થાન આપવું પડે. તેના માન અને સન્માન વિશે સમજવું પડે અને તેની રક્ષા કરવી પડે. જો તેને દીકરી ગણીએ તો પુત્રવધુ પણ દીકરાથી સવાયી સાબિત થાય.
આ રીતે કરીને જીવન બની જશે સ્વર્ગ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111332030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now