જન્મના સમય પરથી જાણો કેવો હશે વ્યક્તિનો સ્વભાવ
જન્મના સમયનું જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વ હોય છે. જન્મ સમયના આધારે જ જાતકની કુંડળી બનતી હોય છે અને તેના આધારે જ તેના ભવિષ્ય અંગે ફળકથન કરવામાં આવે છે. જો કે જન્મ સમયના આધારે અન્ય એક મહત્વની વાત પણ જાણી શકાય છે અને તે છે વ્યક્તિના સ્વભાવ વિશે. દરેક વ્યક્તિના જન્મના સમયને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણ શ્રેણીઓ છે દેવ ગણ, મનુષ્ય ગણ અને રાક્ષસ ગણ. આ ગણ પરથી જ માણસના સ્વભાવ અને તેના ચારીત્ર્ય વિશે જાણી શકાય છે. શું સંબંધ છે જન્મ સમયનો સ્વભાવ સાથે જાણી લો તે પણ.
દેવ ગણ
જે માણસ દેવ ગણ સાથે સંબંધ ધરાવે છે તે દાની, બુદ્ધિમાન, કોમળ હૃદયી અને ઓછું ખાનારા હોય છે. આવા લોકોના વિચાર પણ ઉત્તમ હોય છે. તેઓ પોતાના પહેલા અન્યનો વિચાર કરે છે.
મનુષ્ય ગણ
જે લોકોનો સંબંધ મનુષ્ય ગણ સાથે હોય છે તેઓ ધનવાન હોવાની સાથે અન્ય વિદ્યાઓમાં પણ કુશળ હોય છે. તેમની આંખ મોટી હોય છે અને સમાજમાં તેમનું સન્માન પણ વધારે હોય છે. જો કે આવા લોકો પોતાની વાતને જ પ્રાધાન્ય આપીને આગળ વધે છે.
રાક્ષસ ગણ
દરેક વ્યક્તિની આસપાસ સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ હોય છે. જે લોકો રાક્ષસ ગણ સાથે સંબંધ ધરાવે છે તેઓ નકારાત્મક શક્તિથી વધારે પ્રભાવિત હોય છે. આ લોકોની છઠ્ઠી ઈન્દ્રીય અન્ય કરતાં વધારે સક્રીય હોય છે. તેઓ કોઈપણ સ્થિતીનો નિર્ભય થઈને સામનો કરે છે. આવા લોકો સાહસી હોય છે અને મજબૂત ઈચ્છાશક્તિ ધરાવે છે.