Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંકટ મુક્તિ માટે ચાંદી નિવડે છે ચમત્કારી ધાતુ, કરો આ રીતે ઉપયોગ

ચાંદીને શુદ્ધ અને પ્રભાવશાળી ધાતુ માનવામાં આવે છે. માન્યતા છે કે ચાંદી શિવજીના નેત્રમાંથી ઉત્પન્ન થઈ છે. આ ચાંદી તમને સંકટમાંથી મુક્તિ પણ આપી શકે છે.ચાંદીના ઘરેણા, સિક્કા, મૂર્તિ અને વાસણ પણ બને છે જે વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાય છે. તેના માટે નીચે દર્શાવેલા 10 ઉપાયમાંથી કોઈપણ એકનો પ્રયોગ તમે કરી શકો છો.

1 રાશિ અને ચાંદી સંબંધ

કર્ક, વૃશ્ચિક અને મીન રાશિવાળા લોકો જો ચાંદીનો ઉપયોગ કરે તો તેમને શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. પરંતુ મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે ચાંદી એટલી ફળદાયી નથી હોતી. આ સિવાયની અન્ય રાશિઓને તે મધ્યમ ફળ આપે છે.

2 ચાંદીના વાસણ

જે ઘરમાં ચાંદીના વાસણનો ઉપયોગ થતો હોય છે ત્યાં સુખ, શાંતિ અને વૈભવની ખામી હોતી નથી. તેથી ઘરમાં વધારે નહીં પરંતુ એક અથવા બે ચાંદીમાંથી બનેલા વાસણ જરૂરથી રાખવા.

3. ચાંદીની શક્તિ

જ્યોતિષશાસ્ત્રનુસાર ચાંદીનો સંબંધ ચંદ્ર અને શુક્ર સાથે છે. ચાંદી શરીરના જલતત્વ અને કફને નિયંત્રિત કરે છે. ચાંદીના પ્રયોગથી મન મજબૂત અને મગજ તેજ થાય છે. ચાંદીનો ઉપયોગ કરવાથી ચંદ્રના કારણે થતી સમસ્યાઓને પણ શાંત કરી શકાય છે. જો કે આ પ્રયોગ સાથે અગિયારસ અને પ્રદોષ વ્રત કરવાથી પણ લાભ થાય છે.

4. ચાંદીના ગ્લાસની કમાલ

ચાંદીમાંથી બનેલા ગ્લાસમાં પાણી ભરીને પીવાથી કફ-શરદીમાંથી કાયમી છૂટકારો મળી શકે છે. તેવી જ રીતે ચાંદીની ચમચીથી મધ ખાવાથી પણ શરીર વિષમુક્ત થાય છે.

5. કેસરનો ચાંદલો

ચાંદીમાંથી બનેલા પાત્રમાં કેસર ઘોળી અને તેનાથી ચાંદલો કરવો જોઈએ. આ પ્રયોગથી માનસિક શાંતિની સાથે સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉપાય ગુરુવારે કરવાથી ખાસ વધારે લાભ થાય છે.

6. રાહુના પ્રકોપ માટે ચાંદી

પાંચમા ભાવના રાહુનો પ્રકોપ દૂર કરવા માટે ઓછામાં ઓછી 200 ગ્રામ ચાંદીમાંથી એક હાથી બનાવડાવો. તેને ઘરના મંદિર અથવા અન્ય કોઈ પવિત્ર સ્થાને રાખી દો.

7. ચાંદીનું પાણી

ચાંદીના ગ્લાસમાં પાણી ભરીને પીવું જોઈએ. જો ઘરમાં ગ્લાસ કે પાણી પી શકાય તેવું પાત્ર ન હોય તો પાણીમાં કોઈપણ ચાંદીમાંથી બનેલી વસ્તુ રાખી દેવી અને પછી તેમાં પી લેવું. આ ઉપાયથી ધન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

8. ચાંદીની નાની ખિલ્લી

આર્થિક સ્થિતીમાં સુધાર લાવવા માટે આ ઉપાય પણ ફાયદાકારક છે. જેના માટે સોમવારે રાત્રે ચંદ્રોદય થયા પછી પલંગની ચારે તરફ ચાંદીની ખિલ્લી લગાવી દેવી.

9. ચાંદીની ડબ્બી અને તિજોરી

જો મહેનત કરવા છતાં બચત થતી ન હોય તો શુક્રવારે નાની ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર તેમજ સિંદૂર એકઠું કરી તેને તિજોરીમાં રાખી દેવી. આ ચમત્કારી નુસ્ખો અવશ્ય લાભ કરશે.

10. વેપાર વૃદ્ધિ માટે
જો વ્યાપારમાં ખોટ જતી હોય તો કોઈપણ માસના પહેલા ગુરુવારે પીળા કપડામાં કાળી હળદર, 11 ગોમતી ચક્ર, 1 ચાંદીના સિક્કા અને 11 કોડી બાંધવી 108 વાર નીચે આપેલા મંત્રનો જાપ કરવો. ‘ॐ નમો ભગવતે વાસુદેવાય નમ:’.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111327644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now