વાત વાતમાં થઈ જાય જો વિવાદ
અને વિવાદ બાદ પણ જો વાત ન બદલાય
વાતે વાતે વિવાદમાં થતો વિષાદ
તેમ છતાં વાતને એમ કેમ વિસરાય....
વિસરાય જાય જો વાત તો એ વાત કેવી
વાતે વાતે યાદ એ રહી જાય
યાદમાં પણ એ જ વાત થાય
તેમ છતાં એ દરેક વાત
યાદ થી જ તો શરૂ થાય....
ફરીથી એ જ વાત
વિવાદમાં બદલાય જાય અને
એ જ વાત ફરીથી યાદ આવી જાય....
-બિંદુ અનુરાગ.