ખિસ્સામાં તેમજ પર્સમાં રાખો આ વસ્તુ, પૈસાની નહી રહે અછત
અમીર બનવાની ઇચ્છા લગભગ દરેક વ્યક્તિના મનમાં હોય છે. સંસારનું સુખ અને વૈભવ પામવા માટે વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ દરેકની મહેનત રંગ નથી લાવતી. એવું નથી કે તમારા પુરૂષાર્થમાં કોઇ પણ ઉણપ આવી રહી છે પરંતુ ધનને ખોટી રીતે સંઘરવાથી પણ આવું થઇ શકે છે. સમુદ્ર શાસ્ત્રના જણાવ્યાં પ્રમાણે ધનની દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુ હંમેશા તમે તમારા ખિસ્સામાં અથવા પર્સમાં રાખશો તો નોટોનો વરસાદ બની રહેશે. ત્યારે ધનને પ્રાપ્ત કરવા માટે જરૂરી છે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા.
શ્રી યંત્ર એવું માધ્યમ છે જેનાથી મનુષ્યનાં જીવનની આખી નકારાત્મકતા સમાપ્ત થાય છે અને તેની દરેક ઇચ્છાઓને પૂર્ણ કરવાની શક્તિ મળે છે. શ્રીનો અર્થ છે ધન અને યંત્રનો અર્થ છે સાધન. અર્થાત ધન પ્રાપ્ત કરવાનું સાધન છે શ્રી યંત્ર. શ્રી યંત્ર ઉત્તમ સ્વરૂપમાં ઊર્જાનું વહન કામ કરે છે. આ શુભ મુહૂર્તમાં સાફ પાણીથી ધોઇને પંચામૃત તેમજ ગંગાજળથી સ્નાન કરીને પીળા કપડામાં બાંધીને પોતાના ખિસ્સા અથવા પર્સમાં રાખો.
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મહાલક્ષ્મીનું એવું સ્વરૂપ ખિસ્સા તેમજ પર્સમાં રાખો, કે જેમાં તે શ્રી હરિ વિષ્ણુના ચરણ દબાવતા હોય. શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મી ગરૂડ પર અસવાર હોય, એવા સ્વરૂપને રાખવાથી ક્યારે પણ આર્થિક અભાવનો સામનો નહીં કરવો પડે. લક્ષ્મીના આઠ સ્વરૂપ છે, જેમાંથી કોઇ પણ સ્વરૂપને સ્થાન આપી શકો છો.
મા ધનલક્ષ્મીનું સ્વરૂપ, ચિત્ર અથવા યંત્ર પર કમલની પોયણીઓની માળા પહેરાવીને કોઇ પણ તળાવ અથવા નદીમાં વિસર્જન કરવાથી ધનનું આગમન થાય છે. અથવા પૂજા કરેલી કમલની પોયણીઓ હંમેશા પોતાની પાસે રાખો.
દરરોજ ચોખાના થોડાંક દાણા ખિસ્સામાં અથવા પર્સમાં રાખવાથી ખોટાં ખરચા ઓછા થશે.
ખોટાં ખરચા રોકવા માટેનો એક વધુ ઉપાય છે ખિસ્સામાં તેમજ પર્સમાં નાનો અરિસો રાખો. તેનાથી વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ તરફ લઇ જાય છે.