Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દૂધ ઊભરાવા જેવી અજાણતા થતી આ ઘટનાઓ છે ખાસ સંકેત, જાણો સંપૂર્ણ વિગત

રોજબરોજના કામ કરતી વખતે આપણા સૌના હાથમાંથી નાની-મોટી વસ્તુઓ પડી જતી હોય છે. આ ઘટનાઓને સામાન્ય માની તેની અવગણના કરી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્ર તેમજ વાસ્તુ શાસ્ત્રમાં આ પ્રકારની કેટલીક ઘટનાઓને ખરાબ સમય પહેલાના સંકેત તરીકે મહત્વ આપવામાં આવ્યું છે? નથી જાણતાં તો આજે જાણો કે કઈ કઈ વસ્તુઓનું હાથમાંથી પડી જવું કઈ ઘટના તરફ સંકેત કરે છે.

– પાણી ભરેલો ગ્લાસ હાથમાંથી છૂટી જાય તો તેને અર્થ થાય છે કે ટુંક સમયમાં જાતક કોઈ રોગથી ગ્રસીત થઈ શકે છે.

– જે તેલથી તમે ભોજન બનાવો છો તે ઢોળાય જાય તો તેનો અર્થ થાય છે કે ઘર-પરિવાર પર કરજરૂપી બોજ વધી શકે છે. આ ઘટના અલક્ષ્મીના આગમન તરફ સંકેત કરે છે.

– પૂજા સામગ્રી ઢોળાય જાય કે મંદિરમાં પ્રજ્વલિત દીવો બુઝાય જાય તો તેને પણ અશુભ સંકેત માનવામાં આવે છે.

– સૌભાગ્યવતી સ્ત્રીના હાથમાંથી સિંદૂર કે કંકુ ઢોળાય તો તે તેના પતિ પર કોઈ સંકટનો સંકેત હોય છે.

– દૂધ ઉભરાય જાય તો પરિવારના કોઈપણ સભ્યના જીવનમાં ઊથલપાથલ થઈ શકે છે. ઘરમાં કંકાશ પણ થઈ શકે છે.

– કાળા મરીનું ઢોળાવું સંબંધોમાં વિચ્છેદનો સંકેત હોય શકે છે.

– ખિસ્સામાંથી સિક્કા પડવાથી આર્થિક નુકસાની થઈ શકે છે.

– કોઈ જાતકથી મીઠું ઢોળાય જાય તો તેનાથી તેના દાંપત્યજીવન પર અસર પડે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111324908
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now