આ મકર સંક્રાતિ પર રચાશે 2 શુભ યોગ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર
આ વર્ષે 14 જાન્યુઆરીએ મંગળવારે સૂર્ય ઉત્તરાયણ થશે અને 15 જાન્યુઆરીએ મકર સંક્રાતિનો પર્વ મનાવવામાં આવશે. હિન્દુ માન્યતાઓ અનુસાર આ પર્વ ખુબજ મહત્વ ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 જાન્યુઆરીની રાત્રીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી મકર સંક્રાતિ કહેવાશે. મકર સંક્રાતિ આ વર્ષે સૂર્ય અને બુધ એક સાથે હોવાથી બુધાદિત્ય યોગ રચાશે. તો આઓ જાણીએ આ વિશેષ યોગથી તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ.
મેષ રાશિ
મેષ રાશિ માટે આ યોગ ખુબજ શુભ છે. ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ મજબુત થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો આ ખાસ યોગથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ યોગ ખુબજ ખાસ છે. કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકશો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ યોગ ખુબજ નુકસાનકારક છે. આર્થિક નુકસાનની સંભાવના છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ યોગ શુભ પરિણામ આપશે. તમને સારા સમાચાર પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ યોગ સામાન્ય રહેશે. આત્મસંતોષની અનુભૂતિ થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ યોગ ખુબજ લાભ લઈને આવશે. ધન લાભ થઈ શકશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ માટે આ યોગ અશુભ છે. કલહ અને વિવાદની શક્યતા છે. તમને વિવાદથી નુકશાન થશે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે આ યોગ શુભ છે. જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ યોગ શુભ સંકેત આપે છે. યશ અને કૃતિમાં વધારો થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના સન્માનમાં વૃદ્ધિ થશે. આ યોગ કુંભ રાશિના જાતકો માટે શુભ રહેશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો થોડા સાવધાન રહેવાની જરૂર છે. કોઈ વાતને લઈને તમને ડર સતાવશે.