ઘરના મેન ગેટ પર રાતે પણ હોવો જોઈએ પૂરતો પ્રકાશ, તેનાથી બની રહે છે હકારાત્મકતા
જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઊર્જા વધે છે. ઘર પોતાનું હોય કે ભાડાનું, વાસ્તુ દોષના કારણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના દોષ દૂર કરવા માટે વાસ્તુની અનેક માન્યતાઓ પ્રચલિત છે. કોલકાતાના વાસ્તુ નિષ્ણતા ડૉ. દીક્ષા રાઠી મુજબ જાણો કેટલીક ખાસ ટિપ્સ, જેનું ધ્યાન રાખવા પર નકારાત્મકતાથી બચી શકાય છે.
- ઘરનો મેન ગેટ કાયમ સાફ રાખવો જોઈએ. મુખ્ય દ્વાર પર રાતના પૂરતા પ્રમાણમાં પ્રકાશ હોવો જોઈએ. આવું કરવા પર ઘરમાં હકારાત્મક ઊર્જા વધે છે.
- જો શક્ય હોય તો પ્રવેશ દ્વાર પર લાકડાનો થોડો ઊંચો ઊંબરો જરૂર બનાવો, જેનાથી બહારનો કચરો અંદર આવતા અટકશે. કચરો પણ વાસ્તુ દોષ વધારે છે.
- મેન ગેટ પર ગણેશજીની મૂર્તિ અથવા તસવીર અથવા સ્ટીકર વગેરે લગાવી શકો છો. જો તમે ઈચ્છો તો બારણાં પર ऊँ પણ લખી શકો છો. બારણાં પર શુભ નિશાન બનાવવાથી દેવી-દેવતાઓની કૃપા ઘરમાં બની રહે છે.
- બારણાંની એકદમ સામે ફૂલોની સુંદર તસવીર લગાવો. સૂર્યમુખીના ફૂલોની તસવીર લગાવશો તો વધુ સારું રહેશે.
- ઘરમાં શાંતિ બનાવી રાખવી જોઈએ. કોઈ પણ પ્રકારનો કંકાસ નકારાત્મકતા વધારે છે. વાદ-વિવાદ અને ઝઘડાથી વાસ્તુ દોષ વધે છે
.
- ઘરની આજુબાજુ જો કોઈ સૂકાયેલું ઝાડ અથવા ડાળખી હોય તો તેને તરત ત્યાંથી દૂર કરી દો. તેના કારણે વાસ્તુ દોષ વધે છે.
- પરેશાનીઓ દૂર કરવા માટે રોજ સવારે વહેલા ઊઠવું જોઈએ અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ જરૂર ચઢાવો. આવું કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.