મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું અનોખું મહત્વ, જાણો શું છે કારણ
દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આવનારી મકર સંક્રાતિને લોકો ધામધૂમથી ઉજવે છે. લોકો તેમના ઘરમાં અવનવા પકવાન બનાવે છે. અને આ પકવાનમાં ખીચડી પણ સામેલ હોય છે. મકરસંક્રાંતિએ ખીચડી બનાવીને ખાવાનું એક મહત્વ બતાવવામાં આવ્યું છે. અને આ કારણથી આ તહેવારને અનેક જગ્યાએ ખીચડી પર્વ નામની બોલાવવામાં આવે છે.
મકર સંક્રાતિએ સૂર્ય ઉત્તરાયણ થઇ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ દિવસે ભગવાન સૂર્યને ખીચડીનો ભોગ લગાવવાની પરંપરા છે. આ દિવસે ગોળ તલથી બનેલી વસ્તુઓ જેવી કે તલના લાડુ, ગજક, રેવડીને પ્રસાદ તરીકે વેચવામાં આવે છે તમે લોકોએ સાંભળ્યું હશે પરંતુ શુ તમે જાણો છો કે કેમ મકર સંક્રાંતિ ખીચડી વગર અધૂરી માનવામાં આવે છે. તો આવો જાણીએ.
કેવી રીતે બને છે મકર સંક્રાંતિએ ખીચડી
જો ધાર્મિક માન્યતાઓ અનુસાર બનાવીએ તો મકર સંક્રાંતિની ખીચડી ચોખા, કાળી દાળ, મીઠું, હળદર, વટાણા અને શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે.
ખીચડીનો ગ્રહોથી સંબંધ
મકર સંક્રાંતિની ખીચડી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સફેદ રંગના ચોખાને ચંદ્રમાંનું પ્રતીક માનવામાં આવે છે અને તેમા ઉમેરેલી કાળી દાળને શનિનું પ્રતીક માનવામાં આવે છે અને તેમા ઉમેરેલી કાળી દાળ ને શનિ, તેની સાથે ખીચડીમાં ઉમેરવામાં આવેલા લીલા શાકભાજી બુધથી સંબંધ રાખે છે. જ્યારે ધાર્મિક માન્યતાઓ મુજબ ખીચડીની ગરમી વ્યક્તિને મંગળ અને સૂર્યથી જોડે છે. આજ કારણથી આ દિવસે જો કોઇ વ્યક્તિ ખીચડી બનાવીને ખાયછે. તો તેની રાશિના ગ્રહોની સ્થિતિ મજબૂતબને છે અને તે દરેક કામમાં સફળ થાય છે.