જો તમારા પુત્ર-પુત્રી કે ભાઈ-બહેનના લગ્નમાં આવતો હોય અવરોધ તો અપનાવો આ ટિપ્સ
હેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે. ધરતી પર તો ખાલી રીતિ કરવામાં આવે છે. આમછતાં અનેક વાર એવું થાય છે કે લગ્ન નક્કી થવામાં ખુબ જ વિલંબ થાય છે. જાણતા અજાણતા કેટલાંક કારણોસર વિવાહ નક્કી નથી થઈ શકતાં. લગ્નમાં વાર થતી હોય તો તેનો ઉકેલ લાવવા અંગે જ્યોતિષ અને વાસ્તુમાં અનેક ઉપાય કરવામાં આવે છે. તો ઉપાય તરીકે અપનાવો આ ટિપ્સ થઈ જશે ઝડપથી ‘પાક્કુ’…
સામાન્ય રીતે લગ્ન નક્કી થવામાં મોડું થવા પાછળ મંગળ દોષને કે શનિ દોષને કે કોઈ અન્ય પાપગ્રહનો સાતમા સ્થાન સાથે સંબંધ કારણભૂત માનવામાં આવે છે. જો આમ થતું હોય તો મંગળ દોષ નિવારણ કે કુંભ વિવાહ જેવા ઉપાયો અજમાવામાં આવે તો ઝડપથી નક્કી થઈ જાય છે. ઘણી વાર ગુરુ નબળો હોય તો પણ લગ્ન નક્કી થવામાં વિલંબ થાય છે. આવા સમયે ગુરુવાર કરવા જોઈએ. ચંદ્રનું નંગ કે ગુરુનું નંગ કે મંગળનું નંગ પહેરવાથી પણ લગ્ન ઝડપથી નક્કી થઈ જાય છે.
રોજ ગાયને રોટલીમાં ઘી ગોળ ખવડાવાથી કે કબૂતરોને ચણ નાંખવાથી કે પીપળે પાણી રેડવાથી પણ કેટલાંક દોષોનું શમન થાય છે. બુધવારે કાચી ખિચડીનું દાન કેતુ દોષ દૂર કરે છે. અને વ્યક્તિના વિવાહ ઝડપથી નક્કી થાય છે.
શાસ્ત્રોમાં આ સિવાય પણ ઉપાય વર્ણવામાં આવ્યા છે. જેમાં વયસ્ક વ્યક્તિએ પોતાના ઘરમાં ખાલી ટટાંકી કે મોટાં વાણસ બંધ કરીને ન રાખવા જોઈએ. પોતાના રૂમમાં કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ. તે અવરોધ રૂપ બને છે તેમ માનવામાં આવે છે.
વિવાહ યોગ્ય યુવક અને યુવતીએ પોતાના રૂમમાં બેડની નાચે લોખંડનો કોઈ સામાન ન રાખવો જોઈએ. સાથે જ પોતાના પલંગની નીચે કોઈ પણ પ્રકારનો કૂડો કે કચરો ન રાખવો જોઈએ.
વિવાહ યોગ્ય વ્યક્તિએ પોતાનું મુખ દક્ષિણ દિશામાં રાખીને ન સુવું જોઈએ. કારણ કે દક્ષિણ દિશા શુભ કાર્યો અશુભ માનવામાં આવે છે. ઉત્તર કે પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર વિવાહ યોગ્ય યુવક યુવતીએ પીળા રંગની ચીજો વિશેષ પહેરવી જોઈએ તેમજ ખાવી જોઈએ. આમ કરવાથી ગુરુ બળવાન બને છે. વ્યક્તિને ઘર પરિવારનું સુખ મળે છે.