❛❛કર્મના બંધનમાંથી તમે શોધતા હોય જો મુક્તિ,
એની સામે પંચ તત્વોની પણ નકાર હોય છે.
સદાય અંધકારમાં જીવશો જો જિંદગી,
નિર્ણય જ તમારા અંતનું કારણ હોય છે.
પ્રેમને પામવાના બંધન બનાવવાના ભ્રમમાં,
અજાણતે કેટલાય સબંધોમાં તિરાડ હોય છે.
મોહને બાંધીને સત્યને અવગણવાની ભૂલમાં,
ના ગમતા પરિવર્તનનો પણ મોડ હોય છે.
અપેક્ષાઓ ના સાગરમાં અસ્તિત્વ શોધવાની મુર્ખતામાં,
સ્વયંને ના ઓળખી શકવાના પણ જોડ હોય છે.
જ્ઞાનમાં પણ ના ભૂલ કરવાની સાવચેતીમાં,
અજ્ઞાનીઓ ની સંગત નો પણ દોષ હોય છે.
અધર્મ થી ધર્મ સ્થાપના ના યુદ્ધમાં વિજય મેળવવા,
ભગવાન શ્રી કૃષ્ણ જોડે પણ બધા તોડ હોય છે.❜❜