વેપાર ધંધો કે કોઈ કાર્ય નવું શરૂ કરવા માંગો છો તો ખાસ રાખો આ વાતનું ધ્યાન
નવું વર્ષ અતિ મહત્વપૂર્ણ છે. તમે જો તમારી જિંદગીમાં આ વર્ષે જ કઈંક એવું નવું શરૂ કરવા માંગતા હોય કે જે તમારું જીવન બદલી નાંખે તો એમાં કશું ખોટું નથી. જો તમે વેપારધંધો કે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. કારણ કે કેટલીક વાતો એવી છે કે જેને ધ્યાનમાં લેવામાં આવે તો નવા શરૂ કરાતાં કાર્યમાં અવરોધો નહિં આવે. નહિં તો ડગલેને પગલે મુશ્કેલીઓ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
નવું કામ કરવામાં શું શું રાખવી સાવધાની
1. જો તમે કોઈ નવું સાહસ કરવા માંગતા હોય તો પહેલાં તમારી કુંડળીમાં ક્યાં ગ્રહની દશા -મહાદશા છે તે ચકાસો. જો તમારી કુંડળી પ્રમાણે મિત્ર ગ્રહની જ દશા – મહાદશા હશે તો શુભ ફળ મળશે નહિં તો વિપરિત ફળ મળશે.
2. સામાન્ય રીતે ગુરુ કે શુક્રની દશા શુભ માનવામાં આવે છે. જો આ ગ્રહ કુંડળીમાં શુભ ફળ દાતા હોય તો અતિ ઉત્તમ. આ સમયનો ફાયદો જરૂર ઉઠાવવો જોઈએ.
3. જો ગોચરમાં ગુરુ કે શનિ બંને મજબૂત હોય તો પણ શુભ ફળ મળે.
4. જો સાડાસાતી ઉતરે કે તરત જ કોઈ નવું કાર્ય શરૂ કરવામાં આવે તો શુભ ફળ મળે.
5. જો જન્મ કુંડળીમાં નવમાં કે સાતમા સ્થાનની મહાદશા ચાલતી હોય તો પણ નવું કાર્ય શુભ ફળ દાતા નિવડે છે.
6. જો તમે નવું કોઈ કાર્ય શરૂ કરવા માંગતા હોય તો એ દિવસનો ચંદ્ર કઈ રાશિમાં છે તે તમારી રાશિ સાથે મેળ ધરાવે છે કે કેમ તે પહેલાં જાણી લેવું. સામાન્ય રીતે જન્મના ચંદ્રથી એ દિવસે ગોચરનો ચંદ્ર પહેલે, ત્રીજે, ચોથે, પાંચમે, સાતમે, નવમે, દસમે, અગિયારમે હોયતો શુભ માનવામાં આવે છે. પણ જો તે દિવસે ગોચરનો ચંદ્ર બીજે, બારમે કે છઠ્ઠે કે આઠમે હોય તો તે શુભ ફળદાયી નથી નિવડતો. માટે દિવસની યોગ્ય પસંદગી કરો. અને સ્થાનની પણ યોગ્ય પસંદગી કરો.
7. જે દિવસે નવું સાહસ શરૂ કરવા માંગતા હોય તે દિવસનું નક્ષત્ર જુઓ. જો યોગ્ય નક્ષત્ર હશે તો શુભ ફળ અવશ્ય મળશે જ.
8. સારા શુકન જોઈને નિકળવું. ઝાડૂવાળીના શુકન ઉત્તમ મનાય છે. આ ઉપરાંત સૌભાગ્યવતી સ્ત્રી, શ્રૃંગાર કરેલી સ્ત્રી, હાથી, ઘોડો જેવાના શુકન પણ શુભ ગણાય છે. ઘરેથી જતી વખતે અવશ્ય દિવો કરવો જોઈએ.