વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રાખો આ 6 વાતનું ધ્યાન, નહિં તો થશે આર્થિક હાનિ
અનેક લોકોને એવી આદત હોય છે કે કોઈ ચોક્કસ વસ્તુઓ વિશે ન ચાલે… જો પોતાની પાસે ન હોય તો બીજાની વાપરે…અલબત્ત એમાં કશું ખોટું નથી.. આમછતાં કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જો તે બીજાની વાપરવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. ખાસ ધ્યાન રાખો કે આ 6 વસ્તુઓ ભૂલથી પણ કોઈની ન વાપરવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રાખો આ 6 વાતનું ધ્યાન, નહિં તો થશે આર્થિક હાનિ
1. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ કોઈ બીજાનો રૂમાલ ન વાપરવો. આમ કરવાથી વ્યક્તિને નાણાકિય ગેરલાભ થાય છે.
2. ક્યારેક કોઈની પથારી પર ન સુવું જોઈએ. આમ કરવાથી માનસિક અશાંતિનો ભોગ બનાય છે અને આર્થિક હાનિ થાય છે.
3. ક્યારેય કોઈ બીજાના જૂતા ન પહેરવા જોઈએ. આમ કરવાથી પીડા અને માનહાનિ વેંઠવાનો વારો આવે છે.
4. ક્યારેય કોઈનો કાંસકો ન વાપરવો જોઈએ, આમ કરવાથી દરિદ્રતા આવે છે.
5. ક્યારેય કોઈનું ઝાડૂ ન વાપરવું જોઈએ, નહિં તો દેવું વધે છે.
6. ક્યારેય કોઈની તાવડી ન વાપરવી જોઈએ, તેનાથી પણ માનહાનિ થાય છે.