જો ક્યારેય પરાજય ન થાય તેવું ઈચ્છતા હોય તો અમલ કરો આ બે ધર્મગ્રંથોની વાત પર
આપણા હિંદુ ધર્મમાં એવા અનેક ગ્રંથો છે કે જે જીવન કેમ જીવવું જોઈએ તેની સારી રીતે સમજ આપે છે. આપણે માનીએ છીએ કે વ્યક્તિ જે કાંઈ ભોગવે છે તે તેના કર્મનું જ ફળ હોય છે. રામાયણ અને મહાભારત એ આપણા બે મુખ્ય ધર્મગ્રંથો છે જેમાં એવી અનેક કથાઓનું વર્ણન છે જે આપણને શીખવે છે. જો તમે એવું ઈચ્છતા હોય કે તમારી ક્યારેય હાર ન થાય તો તમારે આ ધર્મગ્રંથોને અનુસરવું જ જોઈએ. ચાલો આજે અમે તમને જણાવીશું આ વિશે.. જેનાથી તમારું જીવન બનશે સુખમય… અને શાંતિમય પણ…
મહાભારતમાં એવી અનેક ગાથાઓ છે જેમાં ડગલે ને પહલે સંઘર્ષ દેખાડાયો છે. શરૂઆતથી લઈને અંત સુધી જીવનમાં આવતા સંઘર્ષની ગાથા તેમાં વર્ણવાયેલી છે. એનાથી એ જાણવા મળે છે કે કેવી પણ સ્થિતિ આવે, વ્યક્તિએ ક્યારેય સંઘર્ષથી ક્યારેય હાર ન માનવી જોઈએ.
એ વાત તો સૌ જાણે છે કે મહાભારતના મુખ્ય પાત્ર પણ બીજાની વાતોમાં આવીને પોતાના નિર્ણય લેતા અને બદલતા નજરે પડે છે. એનાથી આપણને એ શીખ મળે છે કે જે વ્યક્તિ પોતાના નિર્ણયો પોતાની મેળે ન લે અને અન્ય પર અવલંબિત થઈને નિર્ણય લે તે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. એથી આવા વ્યક્તિએ જીવનમાં દરેક નિર્ણય પોતાના વિવેક અને સંયમથી લેવો જોઈએ.
મહાભારતમાં એક શીખ એ પણ મળે છે કે વ્યક્તિએ પોતાની જાત પર વિશ્વાસ કરવો બેહદ જરૂરી છે. જો તમે પોતાના પર, પોતાની ક્ષમતાઓ પર અને પોતાના નિર્ણયોની યોગ્યતા પર વિશ્વાસ રાખે છે તે જ સફળ નિવડે છે. અન્યથા જીવનમાં અસફળતા ઘેરી વળે છે.
વ્યક્તિને ડર હમેંશા નાશ અને અંતની તરફ જ લઈ જાય છે. જેના પછી બહું જ પસ્તાવું પડે છે. ધૃતરાષ્ટ્રને ગાદી હાથમાંથી જવાનો ભય, દુર્યોધનને પાંડવોથી હારનો ડર, કર્ણને પોતાનાઓની વિરુદ્ધ જ યુદ્ધનો ડર ઘેરી વળે છે. હમેંશા પરિસ્થિતિ પ્રમાણે ડરીને નહિં પણ હિંમતથી સ્થિતિનો સામનો કરવો જોઈએ. કારણકે જ્યાં સુધી તમારા મનમાં ડર રહેશે ત્યાં સુધી તમે કોઈ પણ નિર્ણય નહિં લઈ શકો.