Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવ્વાલી વિશે તો તમે સાંભળ્યું જ હશે. તમને કદાચ ખબર નહિં હોય પણ આ સાંગીતિક વિદ્યા નથી. કવ્વાલી હકીકતમાં મુસ્લિમ પંથ સૂફી માટે એક વિશેષ અંદાજમાં ઈશ્વરની ઈબાદત છે. જેને હિંદૂ ધર્મમાં ઈશ્વરની પૂજા કે આરાધના માટે ભજન અને કીર્તન કે આરતી કરે છે. કવ્વાલી એ અલ્લાહની એક વિશેષ રૂપે કરાતી બંદગી છે. એમાં પણ અચરજ પમાડે તેવી વાત એ છે કે સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીએ અહિં ભારતમાં વસવા માટે હિંદુઓના ભજન અને કીર્તનને જોઈને અલ્લાહની સંગીતબદ્ધ ઈબાદત શરૂ કરાવી હતી. જેમાં કુરાનની આયાતો ડફલી પર ગાવાનો રિવાજ શરૂ કરવામાં આવ્યો. આ ઈબાદત મહેફિલે સમાં નામથી વિખ્યાત થઈ. પછી તેરમી સદીમાં સૂફી કવિ અમીર ખુસરોએ મહેફિલે સમાંની સાથે કૌલના આવિષ્કાર સાથે કવ્વાલી બનાવી.

કવ્વાલીમાં અલ્લાહની અને ગુરુની ઈબાદત કરવામાં આવે છે. ગુરુ અને સંગીત બંને પરમ તત્વને પામવા માટેનું સશક્ત માધ્યમ માને છે સૂફી સંત. સૂફી અલ્લાહને પોતાના મબેબૂબ માને છે. સૂફીઓના આ સૌથી વિશ્વાસપાત્ર અને પ્રિય માશૂક છે. તેની મોહબ્બતમમાં તે સતત વ્યાકૂળ રહે છે. સાંસારિક પ્રેમમને તે પોતાના પ્રેમી એટલે કે અલ્લાહ સુધી પહોંચવાનું સાધન માને છે. હજરત નિજામુદ્દીન ઓલીયા અને અમીર ખુસરોનું કથન છે કે જ્યાં સુધી વ્યક્તિ સંસારિક પ્રેમને યોગ્ય રીતે નથી ઓળખી શકતો, ત્યાં સુધી તેના માટે આદર્શ ઈશ્વરીય પ્રેમ સુધી પહોંચવું સંભવ નથી. તેને મેળવવો એ તો બહુ દૂરની વાત છે. આ દુનિયામાં તમે ઈશ્વરને પામવા માટે સેંકડો ઉપાયો કરી શકો છો, પણ પ્રેમ એકમાત્ર એવો છે કે જે તમારા અહંકારને સમાપ્ત કરી દઈને તમને ઈશ્વર સાથે મેળવશે.

તમારી અંદર અહંકારને ખતમ કર્યા વિના સાંસારિક પ્રેમને પ્રાપ્ત કરી શકાતો નથી કે આત્મીય પ્રેમી એટલે ક દિવ્ય પ્રેમી ઈશ્વરને. દુન્યવી પ્રેમથી તમે મોઢું ન ફેરવી લો. કારણ કે પરમ સત્ય ઈશ્વર સુધી પહોંચવામાં તમારા સહાયક સાબિત થશે. કવ્વાલી પરમાત્માથી બંદગી કરનારા(બંદે) સાથે સંબંધ જોડે છે. આખી જિંદગી સૂફી ઈશ્વર રૂપી પ્રેમીને મેળવવાની લાલસામાં કવ્વાલી સંભળાવે છે તેમ જ ગાય છે. તેમાં ખોવાય જાય છે. ઈશ્વરને આત્મસાત કરવા પ્રયત્ન કરે છે. કોઈ સૂફીના સ્વર્ગવાસ સમયે પણ આ ઈચ્છા સાથે તેના જનાજા સાથે કવ્વાલી ગાવામાં આવે છે. એ પછી સૂફી સંતોના મૃત્યુ દિવસને ઉર્ષના નામથી મનાવવામાં આવે છે.

ઉર્સ કવ્વાલી વગર પૂરો નથી થતો. ઉર્સનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય જ કવ્વાલી ગાઈને એ પરમાત્માને યાદ કરતા ઈંતકાલ(દેહ વિલય) પામેલા સૂફી સંત માટે દુઆ માંગવી છે. એ કે તે પરલોકમાં પોતાના જીવનમાં અસલી પ્રેમી પરમાત્મા સાથે ખુશ રહે. સૂફી કવિઓનું હિંદુસ્તાનમાં આગવું પ્રદાન છે. તેમને ભારે આદરથી યાદ કરવામાં આવે છે. માત્ર મુસલમાન જ નહિં અનેક હિંદુઓ પણ તેમને યાદ કરે છે.

કવ્વાલીમાં ઈશ્વર સાથે સંગીતમય નાતો જોડવામાં આવે છે. દરગાહ નિજામુદ્દીન ઓલીયા(દિલ્હી)માં ઉર્સ ના અવસર પર કવ્વાલોને વિશેષ અભિનંદન પાઠવવામાં આવે છે. દરગાહ નિજામુદ્દીન સ્થિત ખ્વાજા હોલમાં અનેક નાના મોટાં ઉર્ષને મનાવવામાં આવે છે. કવ્વાલી અને ઉર્ષ સ્ટેજનો કાર્યક્રમ નથથી. જેમ કે આજકાલ અવારનવાર જોવા મળે છે. કવ્વાલી એ પરમાત્મા સાથે થતો પ્રેમ અને તેમની ઈબાદત છે. જેમાં આશીક ખોવાય જાય છે. અમીર ખુસરોની મશહૂર કવ્વાલી, ” આજ રંગ હૈ એ માં રંગ હૈ રી, મોરે મહબૂબ કે ઘર રંગ હૈ રી” સૌથી વધું લોકપ્રિય છે. જે વિશેષ રૂપે ઉર્ષ પર ગવાય છે. હજરત નિજામુદ્દીનના અનમોલ વચન તેમના ઉર્ષના અવસર પર દિલ્હીની દરગાહ હજરત નિજામુદ્દીનમાં સાંભળવા મળે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111317690
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now