ઘરના બાથરૂમ સાથે જોડાયેલી 5 વાસ્તુ ટિપ્સ
ઘરના બાથરૂમમાં વાસ્તુ દોષ ઘરમાં ખરાબ પ્રભાવ પાડી શકે છે. આ માટે બાથરૂમ સાથે જોડાયેલી વાસ્તુની કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખવું.
બાથરૂમમાં રહેલી બાલટી ક્યારેય ખાલી છોડવી જોઈએ નહીં. તેમાં હંમેશા થોડુંક પાણી હોવું જોઈએ.
બાથરૂમની સામે અરીસો ન હોવો જોઈએ. કારણ કે તેનાથી બાથરૂમનો દરવાજો ખોલતા જ નકારાત્મ ઊર્જા અરીસા સાથે અથડાઈને ફરી ઘરમાં જ આવતી રહે છે.
બેડરૂમમાં બાથરૂમ હોય તો તેનો દરવાજો હંમેશા બંધ જ હોવો જોઈએ. કારણે કે બેડરૂમ અને બાથરૂમમાં બે અલગ અલગ પ્રકારની ઊર્જા હોય છે. આ બન્ને ઊર્જા અથડાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
બાથરૂમ અને રસોડા વચ્ચે થોડું અંતર હોવું જોઈએ, બન્ને એકમેકને અડીને ના હોવા જોઈએ.