Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેય પણ પીરસેલા ભોજનની નિંદા ન કરવી જોઈએ, આવું કરવાથી ભોજનનું અપમાન થાય છે, જો કોઈ વ્યક્તિ બધાને બતાવીને તમને ભોજન કરાવે છે તો આવું ભોજન ન કરવું જોઈએ

સ્વસ્થ અને લાંબા જીવન માટે જરૂરી છે કે આપણે સારું ભોજન ગ્રહણ કરીએ. ભોજનના સંબંધમાં ગ્રંથોમાં પણ અનેક નિયમ જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવા પર સ્વાસ્થ્ય લાભની સાથે જ ધર્મ લાભ પણ મળે છે. જાણો ભોજન કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

- ક્યારેય પણ પીરસેલા ભોજનની નિંદા ન કરવી જોઈએ. આવું કરવા પર ભોજનનું અપમાન થાય છે અને તેનાથી આપણને શારીરિક ઊર્જા પ્રાપ્ત નથી થઈ શકતી.

- જો કોઈ વ્યક્તિ બધાને દેખાડી-દેખાડીને તમને ભોજન કરાવે તો આવું ભોજન ગ્રહણ ન કરવું જોઈએ.

- આપણે જ્યારે પણ ભોજન ગ્રહણ કરીએ, ત્યારે આપણું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આ દિશાઓ ભોજન માટે શુભ માનવામાં આવે છે.

- દક્ષિણ દિશા તરફ મુખ કરીને ભોજન ન કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી ભોજનથી નકારાત્મક ઊર્જા વધે છે.

- જો આપણે કાયમ જ પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ભોજન કરીએ છીએ તો રોગમાં વધારો થાય છે.

- ભોજન કરતા પહેલા આપણે આપણાં 5 મુખ્ય અંગો (બંને હાથ, બંને પગ અને મુખ)ને સરખી રીતે ધોઈ લેવા જોઈએ. તેના પછી જ ભોજન કરવું જોઈએ.

ભોજન કરતા પહેલા અન્ન દેવતા અને અન્નપૂર્ણા માતાનું ધ્યાન કરવું જોઈએ. તેમને નમન કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. સાથે જ, એવી પ્રાર્થના કરો કે તમામ ભૂખ્યાને પણ ઇશ્વર ભોજન પ્રદાન કરે.

- વ્યક્તિએ કાયમ શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી ભોજન પકાવવું જોઈએ. જો શક્ય હોય તો ભોજન બનાવતા પહેલા દેવી-દેવતાઓના મંત્રોના જાપ પણ કરવા જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111314569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now