વાસ્તુ ટિપ્સ: સારી નીંદર માટે રાત્રે ઊંઘતી વેળાએ ન કરો આ સાત ભૂલ
પથારીમાં પડ્યાં પછી ઊંઘ ન આવવી. ઊંઘ આવ્યા બાદ ખરાબ સપના આવવા. અચાનક રાતમાં ઊઠીને બેસી જવું. વગેરે સમસ્યાઓ પાછળ વાસ્તુ દોષ પણ હોય શકે છે. બેડરૂમમાં વાસ્તુદોષથી બચવા માટે શું શું કરવું જોઈએ તેના વિશે અહીં જણાવી રહ્યા છીએ.
1. રાત્રે ઊંઘતી વેળાએ ક્યારેય પર્સ કે દવાઓને તકિયા પાસે કે પથારીની નીચે ન રાખવી.
2. રાત્રે ઊંઘતી વેળાએ ક્યારેય પાણીના પાત્રને મસ્તક પાસે ન રાખવું. તેનાથી ચંદ્રમા પ્રભાવિત થાય છે અને મનોરોગ થવાની સંભાવના છે.
3. ઊંઘતા પહેલા બુટ કે ચપ્પલને બેડ નીચે કે તકિયા પાસે ન રાખવા. તેનાથી નેગેટિવ એનર્જી આવે છે.
4. ગાડી, ઓફિસ કે મકાનની ચાવી સાથે લઈને ન ઊંઘવું.
5. મોબાઈલ, લેપટોપને પથારી ઉપર કે પાસે રાખીને ના ઊંધવું.
6. કોઈપણ પ્રકારના તેલને પાસે રાખીને ન ઊંધવું.
7. પથારીની સામે અરીસો ન હોવો જોઈએ.