Kundli’S This Place Decides That A Guy Is Marry With A Rich Girl
આવા યુવકની સાથી બને છે ધનિક યુવતી, મળે છે સાસરિયા પક્ષથી ધનલાભ
વર્તમાન સમયમાં મોટાભાગના યુવાન એવા હોય છે જે કોઇ ધનવાન યુવતી સાથે વિવાહ કરવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ આ ઇચ્છા બધાની પૂરી નથી થતી. થોડાક જ પુરૂષ એવા હોય છે જેમની આ કામના પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળીમાં થોડા યોગ એવા હોય છે જે જણાવી શકે છે કે, યુવકના લગ્ન કોઇ શ્રીમંત ઘરમાં થશે કે નહીં. વિવાહ સંબંધી આ કામનાઓ પૂરી કરવા માટે અને સુખ મેળવવા માટે ગુરૂ ગ્રહનું વિશેષ પૂજન કરવું જોઇએ. દર ગુરૂવારે શિવલિંગ પર હળદર અને ચણાની દાળ અર્પિત કરવી. સાથે જ, ચણાના લોટના લાડુનો ભોગ લગાવવો.
કુંડળીમાં થોડા વિશેષ યોગ જણાવવામાં આવ્યા છે, જેના અભ્યાસથી વિવાહ અને ધન સંબંધી પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થઇ જાય છે. અહીં જાણો કુંડળીના થોડા એવા યોગ જે જણાવે છે કે, કેવા પુરૂષોને શ્રીમંત યુવતી મળશે....
આગળ જાણો કેવા પુરૂષોને મળી શકે છે શ્રીમંત યુવતીનો સાથ....
જો કોઇ યુવકની કુંડળીમાં ચોથા ભાવનો સ્વામી અથવા બીજા ભાવનો સ્વામી સાતમા સ્થાને હોય તથા તેના પર શુક્રની દ્રષ્ટિ અથવા શુક્ર સાથે હોય તો આવા લોકોના લગ્ન શ્રીમંત પરિવારમાં થાય તેવી સંભાવનાઓ રહે છે. સાથે જ તેને કન્યાના પરિવારથી આર્થિક લાભ પણ મળી શકે તેવી સંભાવનાઓ વધી જાય છે.
-જો યુવકની કુંડળીમાં ચંદ્ર ગ્રહ સાતમાં ભાવનો સ્વામી હોય અથવા ચંદ્ર ધનભાવમાં હોય તો આવા યુવકનું સાસરિયું પૈસાવાળું હોઇ શકે છે.
જો કોઇ વ્યક્તિની કુંડળીમાં બીજા સ્થાનનો સ્વામી સાતમાં ભાવમાં બેઠો હોય અને તેના પર શુક્રની દ્રષ્ટિ પડી રહી હોય તો આવા યુવકને સારું સાસરિયું મળી શકે છે.
-જ્યારે કુંડળીમાં ચોથા સ્થાનનો સ્વામી સાતમાં તથા સાતમા ભાવનો સ્વામી ચોથા ભાવમાં હોય તો આવા યુવકના વિવાહ શ્રીમંત પરિવારમાં થાય છે અને તેને સાસરિયા પક્ષથી આર્થિક લાભ પણ મળી શકે છે. કોઇ યુવકની કુંડળીમાં સાતમાં ભાવનો સ્વામી તથા ધનેશ એટલે કે ધનભાવનો સ્વામી ઈશભાવમાં હોય અથવા એક રાશિ પર હોય તથા તેના પર શુક્રની દ્રષ્ટિ હોય તો યુવકનો વિવાહ શ્રીમંત ઘરમાં થઇ શકે છે.
-જો કોઇ યુવકની કુંડળીમાં ભાગ્ય સ્થાન પ્રબળ છે તો તેના વિવાહ કોઇ શ્રીમંત યુવતીની સાથે થાય તેવા યોગ બને છે.
ધ્યાન રાખવુઃ- અહીં જણાવેલ ગ્રહ યોગ અન્ય ગ્રહની સ્થિતિ અને કુંડળીની અન્ય દશાઓથી બદલી પણ શકે છે.