Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમ્રાટ સિકંદરના ગુરુ હતા અરસ્તુ, તેમણે જણાવ્યુ છે કોઈ વ્યક્તિ કેવી રીતે બની શકે છે બહાદુર

યૂનાનના વિશ્વ પ્રસિદ્ધ દાર્શનિક અરસ્તુનો જન્મ 384 ઇ.પૂ. સ્ટેગેરિયા નામના શહેરમાં થયો હતો. તેમની મૃત્યુ 322 ઇ.પૂ.માં થઈ હતી. અરસ્તુએ ભૌતિક વિજ્ઞાન, આધ્યાત્મ, કવિતા, નાટક, સંગીત, રાજકારણ, નીતિશાસ્ત્ર વગેરે વિષયો પર અનેક ગ્રંથ લખ્યા હતા. સમ્રાટ સિકંદર પણ અરસ્તુના જ શિષ્ય હતા. અરસ્તુએ જીવનને સુખી બનાવવા અને સફળતા મેળવવા માટે અનેક નીતિઓ જણાવી હતી. અહીં જાણો અરસ્તુની 10 એવી વાતો, જે આપણી પરેશાનીઓ દૂર કરી શકે છે.

- આપણે ડરપોક અને અવિવેકી ન હોવું જોઈએ, પરંતુ આપણે સાહસી હોવું જોઈએ. આપણે સાહસિક કામ કર્યા પછી જ બહાદુર બની શકીએ છીએ.

- જો તમે તમારી નોકરીમાં ખુશ છો તો તમારા કામમાં નિખાર આવતો રહેશે.

આપણો સ્વભાવ જ આપણને વિશ્વસનીય બનાવે છે, ન કે આપણી ધન-સંપત્તિ.

- જેનાથી વ્યક્તિ ડરે છે, તેનાથી ક્યારેય પણ પ્રેમ નથી કરી શકતો.

- આપણાં સારા ચરિત્રથી આપણે બીજાથી પોતાની વાત મનાવી શકીએ છીએ. સારા લોકોની વાતો બધા માને છે.

- સારી શરૂઆત કરવાથી અડધુ કામ પૂરું થઈ જાય છે.

- કંઈ પણ શીખવું બાળકોનું રમત નથી. આપણે દર્દ વિના કંઈ પણ નથી શીખી શકતા.

- મિત્ર બનવું ઉતાવળનું કામ છે, પરંતુ દોસ્તી ધીમે-ધીમે પાકતું ફળ છે

- આપણું જીવન ત્યારે જ સાર્થક છે, જ્યારે આપણે પોતાના તમામ લક્ષ્યો માટે પ્રયાસ કરીએ અને તેને પ્રાપ્ત પણ કરીએ.

- જો તમે સારું લખવા ઈચ્છે છો તો એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેવું જોઈએ, પરંતુ એક બુદ્ધિમાન વ્યક્તિની જેમ વિચારવું જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111311684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now