Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ રીતે જાણી લો જાતે જ કે તમારા નસીબમાં રાજયોગ છે કે નહીં

વ્યક્તિના ભાગ્યમાં ધનયોગ છે નહીં તેની ભવિષ્યવાણી મોટા ભાગે લોકો કુંડળી પરથી જ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કેટલું આર્થિક સુખ ભોગવશો તે વાત હસ્તરેખા પરથી પણ જાણી શકાય છે. જો તમારી હથેળીમાં આ યોગ બની રહ્યો હોય તો નક્કી તમે ધનવાન બનશો જ.

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીમાં એવા કેટલાક ચિન્હો હોય છે જેને શુભ અને રાજયોગના સૂચક માનવામાં આવે છે. જેમકે શનિ પર્વત પર ત્રિશૂલનું નિશાન. તેવી જ રીતે હથેળીમાં ભાગ્ય રેખા અને ચંદ્ર પર્વતથી નીકળી રેખા જોડાયેલી હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચ અધિકારી બને છે. તેવી જ રીતે હથેળીમાં હળ અથવા તલવારની નિશાની પણ શુભ માનવામાં આવે છે. આવા જાતકને પણ રાજયોગ સમાન ફળ મળે છે. આવા ચિન્હ જેમની હથેળીમાં હોય તેમને ધનની ક્યારેય ખામી રહેતી નથી.

જેની હથેળીમાં મંગળ પર્વત ઊંચો હોય અને સાથે જ મસ્તિષ્ક રેખા તેના છેડાથી બે ભાગમાં ફંટાતી હોય અને જેની કનિષ્કા આંગળી અન્ય કરતાં લાંબી હોય તો તેને રાજયોગના સંકેત માનવામાં આવે છે. આવી વ્યક્તિ સુખ-સમૃદ્ધિ અવશ્ય ભોગવે છે. તે સિવાય હથેળીમાં અનામિકા આંગળી પાસેની રેખા જો મસ્તિષ્ક રેખાને મળતી હોય અને મસ્તિષ્ક રેખા નમી અને ગુરુ પર્વત પર આવતી હોય તો તે વ્યક્તિ પણ રાજા જેવું સુખ મેળવે છે.

હથેળીમાં ગુરુ અને સૂર્ય પર્વત ઊંચો હોય અને સાથે જ ભાગ્ય રેખા બુધ રેખા સ્પષ્ટ અને સીધી હોય તો તે પણ રાજયોગનો સંકેત છે. હથેળીમાં માછલીનું નિશાન પણ શુભ માનવામાં આવે છે. તદ ઉપરાંત છત્રી, મંદિર જેવા નિશાન પણ ધનલાભના સંકેત કરે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now