Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘડિયાળમાં છે સફળતાનું રહસ્ય, રાખો સાવધાની

પોતાનું દરેક કામ આપણે ઘડિયાળ જોઈને જ કરતાં હોઈએ છીએ. કારણે કે ઘડિયાળની દિશા જ આપણાં કામ અને એના પરિણામોની દિશા નક્કી કરે છે. ફેંગશુઈ કહે છે કે ઘડિયાળને ઘર કે ઓફિસમાં પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર દિશામાં લગાવવી જોઈએ.

આ દિશાઓ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનું કામ કરે છે. જો આ દિશામાં ઘડિયાળ લગાવી હોય તો આપણાં કામ કોઈપણ અવરોધ વિના પાર પડે છે. તેથી જ ઘડિયાળ લગાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ દિશામાં ના લગાવશો ઘડિયાળ

જેમ યોગ્ય દિશામાં ઘડિયાળ લગાવવાથી લાભ થાય છે તેમ ખોટી દિશામાં ઘડિયાળ લગાવાથી નકારાત્મક પરિણામો મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા કહેવાય છે અને શાસ્ત્રોમાં યમને મૃત્યુના દેવતા કહેવાયા છે. તેથી ઘર કે ઓફિસની દક્ષિણ દિવાલ પર ઘડિયાળ લગાવવાથી બિઝનેસમાં બાધાઓ આવી શકે છે. એ જ રીતે ઘરના લોકો પર પણ એનો નકારાત્મક પ્રભાવ પડે છે. એ પણ યાદ રાખો કે ઘરના ખૂણાઓમાં પણ ઘડિયાળ ના લગાવવી જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now