Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલથી પણ ક્યારેય પૂજા-વિધિ માટે આ વાસણનો ઉપયોગ ન કરશો થઈ જશો પાયમાલ

આપણા પરિવારમાં મંદિરને ઘરનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે. સવારે ઊઠીને ભગવાનની પૂજા કરવા વિધિ કરવાથી સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. તથા જીવનની મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે. તમારા મનની દરેક ઈચ્છા પૂરી કરવા પાછળ તમારા મંદિરમાં રાખેલા વાસણો મહત્વનો ભાગ ભજવે છે.

તો આવો જાણીએ મંદિરમાં ક્યા પ્રકારના વાસણ રાખવાથી હાનિ પહોંચી શકે છે. આજે આપને જણાવીશું કે આ પ્રકારના વાસણનો ઉપયોગ પૂજામાં કરશો તો થઈ જશો પાયમાલ કેમકે આવા વાસણ સાથે પૂજા કરવાથી પૂજા ફળતી નથી અને સારૂં પરિણામ મળવાને બદલે હાનીકારક પરિણામ ભોગવવું પડે છે.

લોકો તેમના મંદિરમાં પૂજાની વસ્તુઓ રાખવા માટે જુદા-જુદા ધાતુના વાસણનો ઉપયોગ કરે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે માનવામાં આવે છે કે, ધર્મમાં આ વાસણ કઈ ધાતુના હોવા જોઈએ અને કઈ ધાતુના નહીં, આ વિષય પર ઘણા નિયમ બનાવવામાં આવ્યાં છે, તેથી જ્યારે તમે એ ધાતુઓનો પૂજામાં ઉપયોગ કરો છો જેને વર્જિત ગણાય છે તો ધર્મ-કર્મનું પૂર્ણ પુણ્ય ફ્ળ મળતું નથી.

શાસ્ત્રો મુજબ જુદા-જુદા ધાતુના જુદા-જુદા ફ્ળ આપે છે. એવું નહીં કે તેના પાછળ માત્ર ધાર્મિક કારણ છે, પણ ઘણાં વૈજ્ઞાનિક કારણ પણ આ તર્કને માને છે. જણાવીએ કે મંદિરમાં પૂજા કરવા માટે સોના-ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ શુભ ગણાય છે. ત્યાં બીજી બાજુ લોખંડ અને એલ્યુમિનિયમ ધાતુથી નિર્મિત વાસણ વર્જિત કર્યા છે.

પૂજા કરવા માટે હંમેશાં મંદિરમાં સોના, ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. આ ધાતુઓને મંદિરમાં રાખવાથી અને તેનાથી પૂજા કરવા માટે પણ શુભ ગણાય છે. તમે જો શનિદેવની પૂજા કરો છો તો જ લોખંડના પાત્રનો ઉપયોગ કરવો આ સિવાય કોઈ માતાજી કે ઈષ્ટ દેવતાને આ ધાતુમાં પૂજાનો સામાન લાવી તેનાથી પૂજા કરવાથી પૂજા ફળતી નથી કે પછી અધુરી રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309971
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now