ઘરમાં ભૂલથી પણ ન રાખો આવી વસ્તુઓ થઈ જશો બરબાદ, દુર્ભાગ્ય દ્વાર ખખડાવશે
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક ચીજ વસ્તુઓ શુભતાનું પ્રતિક છે તો કેટલીક વસ્તુઓ અશુભ, નકારાત્મક ઉર્જા, પરિવારમાં કલહ, દેવું વગેરેનું કારણ બની શકે છે. જો તમામ ઉપાયો કરવા છતાં પરિણામ ખરાબ આવતું હોય તો તમારા ઘરમાં પડેલી વસ્તુઓ પર નાંખો એક નજર. ઘરમાં પડેલી નકામી વસ્તુઓ અશુભ ફળ આપે છે. આજે તમને જણાવીશું એવી જ ખાસ વસ્તુઓ અંગે જે ઘરમાં ક્યારેય ભૂલથી પણ રાખશો તો થઈ જશો બરબાદ.
1. શંખ અને રથની એક સાથે ફોટો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શંખ અને રથની એક સાથે હોય તેવી તસ્વીરો રાખવી જોઈએ નહી. કેમકે રથ અને શંખનાદને યુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણની રથ પર શંખ સાથેની જેટલી પણ તસ્વીરો છે તે યુદ્ધનો સંકેત આપે છે. એવામાં આવા ફોટાઓને ઘરમાં રાખવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
2. મહાભારતના ફોટો કે ચિત્ર
ઘરમાં ફક્ત મહાભારત જ નહી પણ તેની સાથે જોડાયેલી તસ્વીરોને પણ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે મહાભારતની આવી તસ્વીરો ઘરમાં લગાવવાથી ક્લેશ ઉત્પન્ન થાય છે. આની પાછળ તર્ક એ છે કે મહાભારતના યુદ્ધ પાછળ ઘરનો ક્લેશ જવાબદાર હતો.
3. હિંસક જાનવરની તસવીર
ઘરની દિવાલો પર ક્યારેય પણ ભૂલથી હિંસક કે જંગલી જાનવરની તસવીર ન લગાવવી જોઈએ. ખાસ કરીને એવી તસવીરો જેમાં જાનવર ગુસ્સામાં હોય અને તેનું મો ખુલ્લુ હોય. દહાડ લગાવતો હોય કે પછી હુમલો કરતો જાનવરનો ફોટો ન લગાવો.
4. ટૂટેલી ખુરશી
ખુરશી અર્થાત સત્તા અને સન્માન. જો તમને તમારી સત્તા અને સન્માનની જરા પણ ખેવના હોય તો તમે તમારા ઘરમાં ભૂલથી પણ ટૂટેલી ખુરશી ન રાખો. યાતો તેને રિપેર કરાવો કે પછી તેને તાત્કાલીક હટાવી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ખુરશી માન-સન્માનનું પ્રતિક હોય છે.
5. બેકાર વધેલી દવાઓ
ઘરમાં ક્યારેય પણ બેકાર પડેલી દવાઓ ન રાખો. માન્યતા છે કે બેકાર પડેલી દવાઓ રોગને પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલે આવા પ્રયોગમાં ન આવનાર દવાઓને જલ્દીમાં જલ્દી ઘરની બહાર ફેંકી દો.
6. કાંટાવાળા છોડના ચિત્ર
કાટાવાળા છોડ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. એવામાં આવી તસ્વીરો ઘરમાં લગાવવાથી બચવું જોઈએ. ફક્ત તસ્વીરો જ નહી આવા છોડ પણ ઘરમાં ન રાખવા જોઈએ. માન્યતા છે કે કાંટાવાળા છોડથી પરિજનો વચ્ચે સામંજસ્યમાં કમી આવે છે. અંદરોઅંદર મતભેદ ઉભા થાય છે.
7. દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ દેવી કે દેવતાઓની ખંડિત મૂર્તિ રાખવી ન જોઈએ. ઘરમાં ખંડિત અને પૂજામાં પ્રયોગ ન થાય તેવી મૂર્તિઓને ઘરના કોઈ એક ખુણામાં રાખવી જોઈએ. ખંડિત મૂર્તિઓને તાત્કાલીક ઘરની બહાર રાખવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા કરવાથી મન ભટકે છે અને નકારાત્મક ઉર્જા વધે છે.
8. ડૂબતું જહાજ અને હોડીની તસ્વીર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડૂબતા જહાજ કે હોડીની તસ્વીરો હતાશાનું પ્રતિક છે. એવામાં ઘરમાં ભૂલથી પણ આવા ફોટાઓ સજાવટ તરીકે રાખવા જોઈએ નહી. આવા ફોટાઓથી નકારાત્મક વિચાર આવે છે. હતાશા ઉત્પન્ન થાય છે.
9. ખંડેર કે વીરાન સ્થાનનું ચિત્ર
ઘરમાં ક્યારેય પણ વીરાન ભૂમિ કે સુમસામ સ્થાનનું પેન્ટીંગ લગાવવું ન જોઈએ. ભૂલથી પણ એવા પેન્ટીંગ ન લગાવો જેમાં પાનખર હોય.
10. નટરાજની મૂર્તિ
નટરાજની મૂર્તિ અર્થાત તાંડવ કરતા ભોળાનાથ. સુખ-શાંતિની કામના કરનાર વ્યક્તિઓએ ક્યારેય પણ ઘરમાં ભગવાન શિવના આવા રૌદ્ર રૂપવાળી મૂર્તિ કે ફોટો લગાવવો ન જોઈએ. કેમકે ભગવાન ભોળાનાથનો તાંડવ વિનાશકારી હોય છે.