આવી આદતો ધરાવતી વ્યક્તિ સદા રહે છે દરિદ્
ધનની દેવી લક્ષ્મી જેના પર મહેરબાન હોય છે તેને સંસારની તમામ સુખ-સુવિધાનો લાભ મળે છે. એટલા માટે જ લોકો પોતાના તરફથી પૂરતાં પ્રયાસ કરે છે કે તેમના પર માતા લક્ષ્મીનો હાથ હંમેશા રહે. આપણા પુરાણોમાં પણ તેમને ખુશ કરવાના અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો સાથે એ કારણો પણ દર્શાવવામાં આવ્યા છે કે જેનાથી માતા લક્ષ્મી વ્યક્તિથી દૂર થઈ જાય છે. કયા કયા છે આ કામ તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે.
ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિની દિનચર્યા નીચે દર્શાવ્યાનુસાર હોય છે તે વ્યક્તિ અનેક પ્રયત્નો કરે તો પણ ધનવાન બની શકતો નથી. કોઈપણ વ્યક્તિ જેને ઈચ્છા હોય કે તેના પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે તો તેણે નીચે દર્શાવેલા કામ ક્યારેય ન કરવા જોઈએ. કારણ કે આ કામ દરિદ્રતાને આમંત્રણ આપે છે.
ભુલથી પણ ન કરવા આ કામ
ક્યારેય મેલા કપડા પહેરવા નહીં. નિયમિત રીતે દાંત અને શરીરનો મેલ દૂર કરવો જોઈએ. જે વ્યક્તિ આ કાર્ય ન કરે તે દરિદ્રતાનો ભોગ બને છે.
વ્યક્તિએ નિયમિત રીતે 7થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. જે વ્યક્તિ મોડી રાત સુધી જાગે અને સવારે સૂર્યોદય સુધી સુતી રહે તેણે પણ ધનવાન બનવાની આશા ન રાખવી.
વ્યક્તિની વાણીમાં સૌથી વધારે શક્તિ હોય છે. જો તેનો ઉપયોગ કટુ વચન બોલવામાં કરવામાં આવે, કોઈને દુ:ખ થાય તેવા વચન બોલવામાં કરવામાં આવે તો પણ માતા લક્ષ્મી તે જાતકથી દૂર રહે છે.
જે વ્યક્તિ અસત્યનો સાથ આપે છે તેની સાથે પણ અલક્ષ્મી જ રહે છે.
ભૂખ કરતાં વધુ ખાનાર વ્યક્તિના શરીરમાં આળસ ઘર કરી જાય છે અને આળસ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે. આળસુ લોકો પણ દરિદ્રતાના ભોગ બને છે.