નમસ્કાર મિત્રો,
આજે એક વ્યક્તિ દ્વારા મને એક અદ્ભુત પ્રશ્ન કરવામાં આવ્યો, ભારતીય સમાજમાં અશિક્ષિત લોકો વિકાસ માટે બોઝ છે, તેમના લીધે શિક્ષિત લોકો તેમના વિચારો આગળ નથી લાવી શકતા. સમાજમાં બદલાવ નથી લાવી શકતા. તેઓ લોકલાજ, અંધવિશ્વાસ અને વિચારહીન બુદ્ધિમતા છે, જેના લીધે સમાજમાં બહુ બધા સંકટ ઊભા થયા છે.
મારો જવાબ:
પરંતુ શું આ સત્ય છે ???
શું અશિક્ષિત લોકો તેમની જૂની પેહરવેશ અને લોકલાજ ખોટી છે??
શું પોતાની આબરૂ નો ડર લઈ જીવે છે તે ખોટું છે??
ના... કઈ પણ ખોટું નથી...મારા મતે તમામ પ્રશ્નો આપણે શિક્ષિત લોકોના લીધે છે. કોઈ અભણ વ્યક્તિ ક્યારેય દૂધમાં યુરિયા નથી મિલાવતો... એને ભગવાનનો ડર સહી પણ તેનો અંતર આત્મા ડંખે છે,પણ આપણા આત્મા ને આવો કોઈ ડર નથી... આપણે એ મંદિરની પથ્થર ની મૃતિથી થોડા ડરીએ, આપણે જાણીએ છીએ કે એ તો મૂર્તિ છે એમાં ક્યાં ભગવાન છે ??
એક અભણ પિતા પોતાના પુત્ર કે પુત્રીને ઘણા કાર્યો કરતા રોકે છે કારણ એને ડર છે એની લોકલાજનો પોતાની આબરૂનો, અને એ ડર હોવો વ્યાજબી પણ છે જેના લીધે એક સભ્ય સમાજ નિર્માણ થયો છે.
આપણે આજે સભ્યતા ગુમાવવા માંડ્યા છીએ, કોઈનો ડર નથી અને એટલે જ ખોટું કાર્ય કરતાં આપણે ડરતા પણ નથી ખરું ને ????
ક્યાં સુધી આપણે આપણી ખામીઓ અને ખોટા પહેરવેશ ની આડમાં જાતને સમજદાર સમજશું ???
મારા વિચારો થી ઘણા સહમત કે અસહમત હોઈ શકો છો.?? જેને મારા વિચારોથી ખોટું લાગે એના માટે માફી ચાહું છું.. 🙏🙏🙏