Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે સ્વ.બકુલ ત્રિપાઠી ના સાહિત્ય વિષે 'સચરાચર' ગોષ્ઠી માણી.
મુખ્ય વક્તા શ્રી હસિત મહેતાનું વક્તવ્ય સ્વર્ગસ્થ ના હાસ્ય સાહિત્યનાં ઘણાં પાસાં નો રસાસ્વાદ કરાવી ગયું.
હસિતભાઈ વિદ્વાન ઉપરાંત દેખાવે પુખ્ત રિષી કપૂર કે ફારૂખ શેખની જગ્યાએ ફિલ્મમાં પુખ્ત,રુઆબદાર હીરો તરીકે પણ યોગ્ય લાગ્યા.
સચરચરમાં, લગ્નમંડપ, ગોવિંદે માંડી ગોઠડી અને એ પુસ્તકો ઉપરાંત તેમની કવિતાઓ જેવી કે વિદુષકનું આંસુ વિશે વાત કરી. નાટક લીલા તો કેમ ભુલાય?
ઇમરજન્સી વખતે ભલભલા ban થઈ ગયેલા જ્યારે અણસાર પણ ન આવે તેવી રીતે લખી નાખતા. વિનોદ ભટ્ટની જાણીતી કોમેન્ટ 'ઇમરજન્સી માટે રાજા રામમોહનએ સતીપ્રથા બંધ કરાવી તે' નો ઉલ્લેખ થયો.
શ્રી જ્યોતીન્દ્ર દવેએ આશીર્વાદ આપ્યા કે 'સવાયો જ્યોતીન્દ્ર થાજે' તો તેઓએ કહ્યું કે સવાયો બકુલ ત્રિપાઠી થાઉં એમ કહો. પોતે જ પોતાની કક્ષા ઊંચી લાવવી એ આગ્રહ.
તેમણે જ્યોતીન્દ્રથી બિલકુલ અલગ શૈલીમાં, અલગ જ ટોપીકો પર લખવું શરૂ કર્યું જ્યારે જ્યોતીન્દ્ર એટલે જ હાસ્ય એમ પર્યાય હતો. એમ સામે પ્રવાહી તરીને પણ તેઓ સફળ થયા.
કિસ્સા કુર્સીકા જેવામાં તેમણે સ્ક્રિપ્ટ પણ લખેલી.
વક્તવ્ય રસ તરબોળ કરનારું બન્યું.
શ્રી. રતીલાલ બોરીસાગરનો ઉલ્લેખ 'લક્ષ્મીજીએ વિષ્ણુના મોટાભાઈ લેખકની લાજ કાઢી તે આજ સુધી લેખકથી મોં સંતાડયું છે' તથા કહેલ વાત 'કુકડો ગળામાં ફસાઈ અવાજ ન નીકળે તો મારા બોલ્યા વિના દુનિયાનો અંત આવશે તેમ માને છે' તે વાત ચીરકાળ યાદ રહેશે.
સમય વધતાં કુલીનચંદ્ર યાજ્ઞિક, ભાગ્યેશ જહા સ્વાતિબેન મેઢ વ. ના વક્તવ્યો ગમ્યાં.
મારાં પોઇન્ટ્સ-

તેમની, આ શ્રોતાઓ ન જાણતા હોય તેવી બાજુ.
* તેઓ ભાષા નહીં પણ એકાઉન્ટ અને મેનેજમેન્ટના પ્રાધ્યાપક હતા.
* તેમણે એકાઉન્ટની પણ બુક લખી છે.
* તેઓ મેનેજમેન્ટ વિષય માટે સારા પ્રોફેસર હતા. વસ્તુને મેનેજમેન્ટ કેસ સ્ટડી દ્વારા સમજાવતા.
* તેમાં હ્યુમર ચોક્કસ ખડખડાટ હસાવે તેવી આવતી પણ અંદર રહેલો પોઇન્ટ મગજમાં કોતરાઈ જતો.
* દા.ત. કલાસની બેન્ચ એકથી બીજે છેડે લઇ જવી તથા બીમાર વર્કરની તબિયત જોવા દોડી જતા મેનેજર માટે યુનિયન લીડર ની કોમેન્ટ કે તે તેની સુંદર પત્ની જોવા જાય છે.
* Multi tasking, fast thinking mind.
તેમાં તેઓ લેક્ચર પતે કે દોડતા દાદરો ઉતરતા અને વિચારો ચાલુ જ હોઈ આંગળી હવામાં પોઇન્ટેડ જ રહેતી. ક્યારેક કઈંક બબડતા પણ લાગતા
* હાસ્ય માં પણ અમુક જ આગ્રહ. જેમાં છેલ્લી ઘડીએપ્રબોધ જોષી નું નાટક કેન્સલ કરી બે કલાકમાં બીજૂ આખું નાટક લખી ભજવાવ્યું જે સક્સેસ ગયું.
પોતાની રીતે તારક મહેતા ના નાટકમાં અંત ફેરવી સ્કુટરો સ્ટેજ પર લાવી ઘુરર.. કરાવી પોલીસ ને ત્રાસ નો તાત્કાલિક ઘડેલો સીન
* વિવિધભારતી ની જાહેરાત પર રેડિયો કોમેન્ટ- મરાઠી પતિ ગુજરાતણ ને પરણ્યો હોય અને પરાણે ગુજરાતી બોલતો હોય તેવું લાગે છે- જાહેરાત 'માથું દુકખે તો છોકરાઆઓ ને શાઆના વઢે છે..'
* જનગણ મન ગાતાં લેખ નો ઉલલેખ રાષ્ટ્રગીત સિવાય બધું જ થતું હોય અને લોકો મનોમન પુરા બહાર, શરીરથી અર્ધા બહાર જવા ધક્કા મુક્કી કરતા હોય
* સ્ત્રી દાક્ષિણય લેખ માં પણ..બીજાઓ 'મારી બાયડી' કહે અને પત્નીની ઠેકડી ઉડાડે , તેઓ કાયમ ' સહચારીણી કે જીવન સંગીની જેવા જ શબ્દો વાપરે અને ક્યારેય પત્ની વિશે ઉતરતું લખે નહીં.
અગાઉથી તૈયારી ન હતી, સીધો ઉભો થયેલો એટલે આ પોઇન્ટ્સ અસ્ખલિત વહ્યાં.
જે કહ્યું તે શ્રોતાઓને ગમ્યું હશે તેવી અપેક્ષા.
ફરી, મને તેમના એક વિદ્યાર્થી તરીકે તેમની ખાસ અજાણી બાજુ ઉજગરકારવાની તક આપવા બદલ આભાર.

Gujarati Blog by SUNIL ANJARIA : 111296913
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now