Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું એટલે સમીસાંજનાં વિસામાનું ઠેકાણું
તું એટલે ખાતા ના ખૂટે એ પ્રેમનું ભાણું
તું એટલે મારા તમામ શબ્દોનો અર્થ
તું એટલે મારા તમામ દુખોનું મર્ઝ

તું એટલે જીવનને જીવવાની જીજીવિષા
તું એટલે મારા પ્રેમપંથની સાચી દિશા
તું એટલે મારા સંતોષનો મીઠો ઓડકાર
તું એટલે બેકરારી વચ્ચે મળતો કરાર

તું એટલે મારી કલ્પનાઓનું સૌંદર્ય ગાન
તું એટલે મારી લાગણીને સમાવતું બ્રહ્માંડ
તું એટલે મારા ધર્મ,કર્મ ને અર્થનું મધ્યબિંદુ
તું એટલે આ એકડાને દસની તાકાત દેતું મીંડુ

તુ એટલે મારી પ્રેમ સાધનાંથી પ્રસન્ન થતો ઇશ્વર
તું એટલે મારી શકિતને નબળાઇ જે છે એ જણ
તું એટલે મારા અગમ નીગમનું એકલોતું રહસ્ય
તું એટલે દૂરીમાં સ્પર્શી શકું એવું જીવંત દ્રશ્ય

તું એટલે મારા મૌનનો સુનકાર અને વાણીનો ટંકાર
તું એટલે શબ્દોને પીને છાકટા થયા પછીનો ઉતાર
તું એટલે પંખીની આંખની ગભરૂ નિર્દોષતાં
તું એટલે વારમવાર કરવી ગમે એવી ખતાં

તું એટલે જેની ગેરહાજરીમાં માતાજી હોય સરમાં
તું એટલે મારી જીવનને શણગારનારી મહોતરમાં
-નરેશ કે.ડૉડીયા
મિત્રો મારા પેજની લિંક આપના મિત્રો સાથે શેર કરશોજી અને લાઈક કરવાનુ કહેશોજી
https://www.facebook.com/Naresh-K-Dodia-782034368811941/

Gujarati Poem by Rinku Panchal : 111219475
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now