આજકાલ ની એક સત્ય વાર્તા એક માબાપ હતા,સુંદર ઘર હતું,સુખી હતા,સંતાન 2વર્ષ નું થયું પ્લેહાઉસ મા મૂક્યું પછી તે રેસ માં માબાપ પોતાના સપના ના નામે, સમાજ માં બાળક પાછળ ના રહી જાય તેવી દલીલો ના નામે બાળક ને દોડવા નું ચાલુ કર્યું, બાળક દિવસ ના 15 કલાક આ રેસ માં દોડવા લાગ્યો અને 15 મીનીટ માં બાપ સાથે રહેવા લાગ્યો.મા બાપ આવો વિકાસ જોઈ ખૂબ ખુશ થતા.10 ધોરણ બાદ બાળક ને દૂર ભણવા મૂક્યો. ઉચ્ચ અભ્યાસ ના નામે પોતાના થી દુર કર્યો.સારી નોકરી ના નામે વધુ દૂર મોકલ્યો.લગ્ન કરાવ્યા જવાબદારી જવાબદારી કરી જીવન જીવતા.એક દિવસ તે પુત્ર પાછો જરૂર આવ્યો પરંતુ પિતા ને અગ્નિદાહ દેવા અને કહેવા મમ્મી તું તારું ધ્યાન રાખજે તને અમારી સાથે નહિ ફાવે બાકી તને લઈ જાત..જોજો આ વાર્તા તમારી ના બની જાય...લી. વીરેન્દ્ર રાવલ.