*અલૌકિક બંધન* 9-7-2019
અનૂપમ કિર્તી તમારી દશે દિશામાં ઝળકે છે,
દિલમાં સરગમથી બન્યું ગીત એ સંગીત છે.
પૂર્વજન્મના સંબંધે શ્વાસો માં એ ભક્તિ ભરી છે,
અલૈકિક ભક્તિ તમારી મીરાંની જેમ જગજાહેર છે.
અંગેઅંગ ભક્તિ તમારી ભાવના થી તરબતર છે,
હનુમાન દાદા સાથે હોય ભક્તોના દુઃખ દૂર કર્યા છે.
જિંદગી જેમ જેમ આગળ વધે છે શ્રધ્ધા ખૂબ વધે છે,
દયાળુ દાદા સાથે તમારી ભકિત ગાઢ બનતી જાય છે.
કરુણા વહે છે ભક્તોની સુખની કામના આંખો માં છે,
વિશ્વાસ રાખીને શરણે આવે એનો બેડો પાર છે.
રાખી ભક્તિ હનુમાન દાદાની આશ એક દર્શન ની જ છે,
અલૌકિક બંધનથી મળ્યા જીવન સફરમાં એ નશીબ છે..
ભાવના ભટ્ટ અમદાવાદ.....