કર બધું પાકું, આમ ના રાખ કચાશ
આ અધુકડી આશ માં કંઈ મજા નહીં આવે !
કરવો હોય પ્રેમ તો મન મૂકી ને વરસ
આ કદીક "હા" ને ક્દીક "ના" માં મજા નહીં આવે !
કપરી જિંદગી માં આપીશ ને સુંવાળો સાથ ?
નક્કર ના હોય જવાબ, તો મજા નહીં આવે !
ઝટ લે કંઈ નિર્ણય, રૂમઝૂમ આવ મારી પાસે
આ મોળી ચાલ ને મોળા મન માં મજા નહીં આવે !
ચલ કર હવે કંઇક આ પાર કે પેલે પાર
આ મઝધાર માં ડોલતાં રહેવામાં મજા નહિ આવે !