*ધરતી, ગગન ને દરિયો, શું શું ઉકેલવાનું?*
*ઈશ્વરની ચોપડી છે કોરું છે પાનેપાનું...*
.
મોટું ભલે ગગન હો, સામે પડ્યો પવન હો,
આકાશ બાથમાં લઈ; પંખી તો ઊડવાનું...
.
*મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં,*
*ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું...*
.
બીજો ઉપાય ક્યાં છે થાશે જે છે થવાનું,
સારાને યાદ રાખી, બાકી ભૂલી જવાનું...
*-મકરંદ મુસળે*