ચાલ, ચાલી નીકળીયે હું ને તું,
એકબીજામાં ભળીયે હું ને તું.
પ્રેમથી ભીડાય જાશું બાથ માં,
છેક ભીતર ઓગળીયે હું ને તું.
પ્રેમનો વરસાદ પડતો આભથી,
આજ ભીજાશું ફળીયે હું ને તું.
ચોઘડીયા કોણ જોવે, ચાલને?
પ્રેમમાં રોજે પડીયે હું ને તું.
છોડ દુનિયાની ખરી ખોટી રસમ,
જીંદગી આખી મળીયે હું ને તું.