Gujarati Quote in Blog by Krupali Kapadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વેશ્યા મરજી નહીં,
મજબૂરીથી પણ બને છે.
વેશ્યા મતલબ શરીર વેહેંચનાર સ્ત્રી.

વેશ્યા શબ્દ સાંભળતા જ એક ધિક્કારની લાગણી જન્મે છે.પરંતુ કયારેય વિચાર્યું છે?વેશ્યા બનાવનાર કોણ?મજબૂરીનો ફાયદો ઉઠાવનાર કોણ?આપણો જ સમાજ ને.
એ...મજબૂરીથી બની હોય કે મરજીથી પણ એને બધાવો આપનાર તો આપણો જ સમાજ.કોઈક નો ભાઈ,કોઈક નો પિતા,કોઈક નો પતિ.માત્ર પુરૂષ જ નહીં કેટલીક હદે સ્ત્રી પણ જવાબદર છે.આજે સ્ત્રી જ સ્ત્રી ની દુષમન છે.એ સ્ત્રીએ ત્યાં તેની મજબૂરી પગ મૂક્યો હશે.ત્યાં પોહચનાર પુરુષ તો પોતાની મરજીથી જ ગયો હશે ને.પોતાની અયાસી માટે,કે પોતાની હવસ ઠાલવવા .એ સ્ત્રી પણ પોતાના ઘરનો ખાડો પુરાવા ગઈ,પુરુષ પોતાની ભૂખ સંતોષસવા ,તો બદનામ માત્ર સ્ત્રી જ કેમ???
આપણે તો માત્ર એ..શબ્દ સાંભળતા જ કેવી ખરાબ લાગણી થાય છે.આ ..પોતાના માટે વાંરવાર સંભળતા એ સ્ત્રી પર શુ વીંતતી હશે?શુ અસર થતી હશે એને?ક્યારેક પોતાને પણ પોતાના અસ્તિત્વ પર સવાલ થતો હશે કે હું એક સ્ત્રી જ છું કે પછી....

એ સ્ત્રી મજબૂરીથી પહોચી હોય કે મરજીથી, એ...શબ્દ એને ક્યાંય સુધી હચમચાવી નાખતો હશે.હૃદય ના એવાં ખૂણામાં ખુચ્યો કે એ ખૂણો કદાચ જિન્દગીભર દર્દથી મહેકતો રહેશે.

પેટનો ખાડો પૂર્યો હશે કોઈ સ્ત્રી એ તો એ ભૂખ્યા વ્યક્તિ માટે અન્નપૂર્ણા હશે,પરંતુ શરીર ની ભૂખ સંતોષનાર સ્ત્રી સાથે હસવું તો દૂર કોઈ નઝર પણ નથી મેળવાતું.

શરીર વેહેંચનાર સ્ત્રી વેશ્યા,
એ જ શરીર ખરીદનાર પુરુષ???...

Gujarati Blog by Krupali Kapadiya : 111208652
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now