* સંભાવના * 30-6-2019
સંભાવનાથી જિંદગી જીવાતી નથી,
અને વાસ્તવિકતા સ્વીકાર થાતી નથી.
જિંદગી એમ અલગ લાગતી જાય છે,
લાગણી બોલી શકતી નથી સમજી શકાય છે.
જીવન આમ જ સંભાવનામાં વીતી જાય છે,
સાચી વાત ક્યાં જાહેર થાય છે.
સંભાવનામાં ખોવાઈ જાય છે,
અને આમ જ માણસ ક્યારેક અટવાઈ જાય છે.
પ્રેમની અટકળોમાં આમ જ કોઈ જીવી જાય છે,
ભવિષ્યના સપનામાં સુખ-દુઃખના તડકા છાંયડા સહન કરી જાય છે.
સંભાવના જીવનનો સંઘર્ષ સમજાવી જાય છે,
બાકી આ સંભાવનાનું રહસ્ય તો વધતું જ જાય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....