Gujarati Quote in Good Morning by Narendra Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અપની કોશિશ મેં કંજૂસી ના કર..!

આજે એક એવી શાળાના દ્વારે આપણે આવીને ઉભા છીએ...કે જ્યાં ખુશીઓના તોરણો ઝૂમી રહ્યાં છે. કે જ્યાં અત્યારે ઢોલના ધબકાર ગુંજી રહ્યાં છે. અબીલ-ગુલાલ ઉડી રહ્યા છે. હરેકના હૈયામાં આજે ઉલ્લાસની હેલી ચડી રહી છે. કાઠિયાવાડનું એ દૂધની તાંહળી જેવું ગામડું આજે હિલોળે ચડ્યું છે. આખાય ગામના દરેક લોકો પોતાના કામકાજને મૂકીને ગામની એ પ્રાથમિક શાળા તરફ બ્હારાં બનીને દોટ મૂકી રહ્યાં છે.

શું આજે કોઈ લોક ડાયરો છે? શું આજે કોઈ ઉત્સવ છે? શું આજે કોઈ ધાર્મિક તહેવાર છે? કે શું આજે શાળામાં પ્રવેશ-ઉત્સવ છે? આજે આવું તો કાંઈપણ નથી... તો પછી લોકો શા માટે પ્રાથમિક શાળા તરફ જઈ રહ્યાં છે? ઢોલ કેમ ગાજી રહ્યાં છે? આજે કોનું સામૈયું છે? સમગ્ર ગ્રામ જનોના હૈયા હિલોળે કેમ ચડ્યા છે?
અરે ભૈ...!! વાતમાં મોણ નાખ્યા વગર સીધે સીધું કહોને !!!

આજે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ(NMMS) પરીક્ષાનું પરિણામ આવ્યું છે. આ પરીક્ષા સમગ્ર ગુજરાતમાં યોજાય છે. આ પરીક્ષા ‘માનવ સંસાધન મંત્રાલય’ (MHRD) દ્વારા યોજાય છે.


બોટાદ જિલ્લામાંથી ૨૨૨૫ વિદ્યાર્થીઓ એ આ પરીક્ષામાટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી બોટાદ જીલ્લમાં ૧૪૪૪ બાળકો પાસ થયાં, અને મેરિટમાં ૬૩ બાળકોનો સમાવેશ થયો.


જો કુલ વિદ્યાર્થી પ્રમાણે જોઈએ તો મેરિટનું પરિણામ ૨.૮૩ ટકા છે. છે ને જોરદાર સ્પર્ધા?

‘શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા’માં ગત વર્ષના પ્રથમ સત્રથી શિષ્યવૃત્તિની પરીક્ષા માટે શાળા સમયે અને શાળા સમય બાદ પણ માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં શૈક્ષણિક સત્રના આરંભથી મહેનતના ‘શ્રી ગણેશ’ થાય છે. ઉલ્લેખનીય રહેશે કે ધોરણ: ૮ની સાથે સાથે ધોરણ: ૫ના બાળકો પણ હાજર હોય છે. ધોરણ: ૫ માટે પણ ‘રાજ્ય સરકાર પરીક્ષા’ યોજે છે. સાથે સાથે આ શાળાના આચાર્ય કણઝરીયા કલ્પેશભાઈ અને સાથી શિક્ષક ચાવડા મેહુલભાઈ હાજર રહી વ્યક્તિગત તૈયારી કરાવે છે. ઉપરાંત સમગ્ર શાળા પરિવાર પણ મદદ કરે છે. દર ૧૫ દિવસે કસોટી. અગાઉના પેપર્સને સોલ્વ કરવા. અને ધોરણ ૭ના બંને સત્રના તથા ધોરણ ૮ના પ્રથમ સત્રના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયને તૈયાર કરવાના રહે છે. બે વિભાગમાં વહેચાયેલું પેપર ત્રણ કલાક ચાલે છે.

હવે, મળીએ સફળ વિદ્યાર્થીઓને... પિતા વલ્લભભાઈ જે ખેત-મજૂરી કરે છે, તેના પુત્ર જીજ્ઞેશને કલાસ વન ઓફિસર બનવું છે. અત્રે તે બોટાદ જિલ્લના મેરીટમાં સાતમાં ક્રમે છે. કલાસ વન બનવાની ઇરછા ભાવેશ પણ રાખે છે. ઇજનેર બનવાની ઇરછા ધર્મેશને છે. પોલીસ તરીકે ગૌતમ.. મામલતદાર બનવાની ખ્વાઈશ રાખે છે દર્શન. વકીલ તરીકે કામ કરવાનું સ્વપ્ન કલ્પેશનું છે. આર્મીમાં જવાની તૈયારી ધવલની છે. હવે જે બાકી છે એવા રિંકલબેન, નમ્રતાબેન, એકતાબેન અને ભૂમિકાબેનને શિક્ષક બનવાની તમન્ના છે.

આ તમામ બાળકોએ મોબાઈલ અને ટીવીની સાથે કિટ્ટા કર્યા છે.

આ દરેક બાળકોને અને શાળા પરિવારને સાળંગગપરડા ગ્રામના તમામ ગ્રામજનોએ સન્માનિત કર્યા. અને વધામણી માટે ગામમાં સામૈયાં કર્યા. અને એટલે જ આજે ગ્રામજનો પ્રાથમિક તરફ દોટ મુકે છે.

તમામ બાળકો માટે અને શાળા-પરિવાર માટે અમિત ભટ્ટાચાર્યની પંક્તિઓ યાદ આવે છે...

કાંટે રહને દે, ગુલાબ તોડ લે....
નીંદો કે ટહનીયોં સે ખ્વાબ તોડ લે..
ખ્વાહિશો કી હૈ કહાનિયાં બડી ....
ચુન લે કહાનિયા કિતાબ જોડ લે
જો હોગા સો હોને દે, ના ગભરાના....
અપની કોશિશ મેં કંજૂસી ના કર જાના..
અપની કોશિશ મેં કંજૂસી ના કર જાના..

લેખન: નરેન્દ્ર જોષી

Gujarati Good Morning by Narendra Joshi : 111207261
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now