*યોગ*
પેટ વધે શરીરના ભાગે ચરબી ચડે.
બેસી ને જમીન પર જમી ન સકે.
ભાર ભર્યું ખોટું ,ભુમી ડગમગ ડોલે.
મનથી મીઠાઈ છુટે નહીં એક લાડુ દે હજી બોલે.
મહાકાય શરીર સમતોલન જાળવી રાખે નહીં .
આવા લોકોને ડોક્ટર પણ ઝાઝું રાખે નહીં.
મફતમાં સલાહ આપી કહે કરો *યોગ* .
યોગ કરે એના હઠીલા રોગો લેવાઈ જાય ભોગ.
તંદુરસ્ત કાયા રહે મળે સઘળાં સુખ.
જે નિત્ય નિયમથી કરે યોગ આવે ના કોઈ દુઃખ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ