પગરવ ધીમો છે પણ શોર કરી ગયો,
આ પ્રેમ કેવો આંખોને ચોર કરી ગયો,
હતા જે જગમાં કામમાં સૌથી પ્રખ્યાત,
એમને બેકારોમાં શિરમોર કરી ગયો...
કર્કશોની મહેફિલને પણ મોર કરી ગયો,
ભીડમાં આવી છાનુમાનું ચિત્તચોર કરી ગયો,
જીભે ફૂટ્યા હતા જેમને કડવા મોર એવા,
લીમડાની જાતને પણ મીઠો ઠોર કરી ગયો...