સબંધો
જ્યાં સમજણ આવે ને પપ્પા, પિતા, ડેડી...
એવા સંબોધન નો અર્થ સમજાય ત્યાં તો
ભગવાને ઝુરાપો રચી દીધો પણ પોતાનું દુઃખ
વિસારી મને અને ભાઇ ને ઉછેરવા પોતાનું
સર્વસ્વ આપનાર મારી મા એ
' મા '
ને ' બાપ ' બંને ની જવાબદારી નિભાવી છે
મા અને પિતા આ એવા સગપણો છે
જે મોહતાજ નથી કોઈ દિવસ ના
કે જે હયાત નથી તેને યાદ કરવા અને
જે જીવીત છે તેને વ્હાલ કરવા કોઈ દિવસ
ઉજ્જવવો પડે
કાંઈ જોઈતું હોય તો પણ 'મા ' જ હતી
અને રાંધી ને ખવડાવનાર પણ મા જ હતી
એવી મા માટે ' ત્વમેય માતા પિતા ત્વમેય
ત્વમેય સર્વમ મમ દેવ દેવમ '
મા મારી સખી
મા મારી શક્તિ