અથડાયા સાવ અજવાળે કેડા નતા કપરા
હવે વેરાન વનમાં અંધકાર ની ય બીક નથી,
આવ્યા હાથ ઉપવનમાં ફોરમ વિહીન ફૂલડાં
પછી તો કંટકો ચુમવાની ય જરાય બીક નથી,
હંકાર્યું જરીક હલેસુ કાંઠે જ નાવ કાચી પડી,
હવે મઝધારે સમંદર ખેલવાની ય બીક નથી,
વેરની વાત જ ક્યાં કરવી આપણા જ ઉભા સામે,
હવે તો યલગાર જ હો હજારો દુશ્મનની બીક નથી,
આજ નિરખ્યો ખુદાને એની આંખમાં ,
હવે શું પરલોકની પરવા નસીબની પણ બીક નથી.