Gujarati Quote in News by Harshad Patel Pij

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમદાવાદ ખેડાના હાઇવે નં-8 ઉપર એક ભયંકર એકસીડન્ટ હમણાં બે દિવસ ઉપર થયો હતો..
એક પોતે એન આર આઈ પરિવાર ઠેઠ દુબઇથી આવેલ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરીને તેમની ઇકો ગાડીમાં બેસીને પોતાના વતન ખંભાત જઇ રહ્યા હતા..
અચાનક ખેડા પાસે કોઇ ગામ નજીક એક ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી પૂરઝડપે આવી રહેલા કોઇ બીજા મોટા વ્હીકલ સાથે અથડાતા ઇકો ગાડીમાં બેઠેલ મોટી ઉંમરના પતિપત્ની તેમજ સાથે બેઠેલ તેમનો પુત્ર એક કુલ મળીને ત્રણ જણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું..સાથે બેઠેલ તેમના પુત્રની વહું તેમજ નાની બેબી સાથે ગાડી ચલાવનાર ડ્રાઇવર આ એકસીડન્ટમાં આબાદ રીતે બચી જવા પામ્યા છે...
આવા એકસીડન્ટ તો અવાર નવાર થતા જ હોયછે..તમને પણ થતું હશે કે આવા કિસ્સા તો રોજ બરોજ પેપરમાં છપાય પણ છે..તો આમાં શી નવાઇછે!
પરંતુ લખવાનું મુખ્ય કારણ એક જ છે કે...આવા એકસીડન્ટ આપણે ઘણુ બધુ શીખવાડે છે કે આવા બિન જરૂરી ઓવરટેક ના કરવા જોઇએ કારણકે આવા ઓવરટેકેઓ તો ઘણા બધા નિર્દોષોનો જીવ લઇ લીધો છે...કયારેક તો ઓવરટેક કરેછે કોણ! ને જીંદગી ખોવે કોણ..!
આમાં ગાડી ચલાવનારે પણ જરાક વિચારવું જોઈએ કે આ પરિવાર ઠેઠ પરદેશથી આવેલો છે..કેટલી તેમને ખુશીઓ હશે તેમના વતનમાં પરત ફરવાની..કે ઘેર જઇને લાંબી મુસાફરીનો થાક ઉતરીશું..સગાસંબંધીઓને ઘણા સમય પછી મળીશું.. તેમના માટે લાવેલ ગીફ્ટ નવરાશના સમયે આપણે વહેચીશું..જેના માટે અહિ આવેલા છીએ તે પ્રસંગ પણ આનંદથી પાર ઉતારીશું..
તેમજ મહિનો દહાળો અહિ રહીને પરત જલદી ફરીશું..
કદાચ મરનારના દિલમાં આવા જ કંઇક વિચારો એકસીડન્ટ થવાના થોડા સમય પહેલા આવ્યા હશે...
-આ બધુ કહેવાનો મતલબ એટલો જ છે આવા ઓવરટેક જેવા અયોગ્ય ને બિનજરુરી પ્રયત્નો ઘણા જ રોડ ઉપર રોજ બરોજ થતા હોયછે..જે થતા હવે આપણે બંધ કરવા જોઇએ..
ઓવરટેક એટલે આપણા મોતને સામેથી આપવામાં આવતું એક આમંત્રણ જેવું હોયછે..
શા માટે ઓવરટેક કરવો જોઈએ! કોઇ તમારી જરુરીયાત છે! કે પછી ઉતાવળ કરવાની આપણી આવી એક રીત કે ટેવ હોયછે!
આપણે ગાડીમાંથી જોઇ રહયા છે કે આપણી સામેથી કોઇ ટ્રક કે ગાડી આપણી સામે આવી રહી છે ને તે પણ આપણી જેમ જ ઝડપે ચાલી રહી છે..તો શું કામ આપણે સામે ચાલીને તેની સામે જવું જોઇએ! તે તો તેની લાઇનમાં જ ચાલી રહી છે..વાંક ફકત આપણો જ હોયછે કે આપણે જ કંઇક વધું આગળ જવાની ઉતાવળ કરવા જઇ રહ્યા છીએ..
સિંગલ પટ્ટી રોડ હોય તો ઓવરટેક કરતા ઘણો વિચાર કરવો જોઈએ..
આરટીઓ આપણને ઘણું બધું શીખવાડે છે..પરંતુ આપણે તે શીખવા પ્રયત્ન કરતા નથી..જેમકે
-સમયે હોર્ન મારવો.
-જરુર સમયે સાઇડ લાઇટ બતાવવી.
-ઓવરટેક જોઇ વિચારીને કરવો.
-અચાનક કયારેય સોર્ટ બ્રેક ના મારવી.
-ઓવરલોડ વજન કયારેય ના ભરવું.
-મેઇન લાઇટો હમેશાં ચેક કરતા રહેવું.
-પાછલા દરેક વ્હીકલને આગળ જવા માટે સાઇડ આપવી.
-ટાયર હંમેશા સારા વાપરવા.
-જેટલી જરુરીયાત હોય તેટલી જ સ્પીડે વાહન ચલાવવું.
..આવા તો ઘણા ઉપયોગી તેના નીતિનિયમો છે જે આપણે સમયે પાલન કરતા નથી..તેથી જ આવા ભયંકર એકસીડન્ટ રોજબરોજ થતા જોવા મળે છે...
હમેશાં તેના નિયમોનું પાલન કરવું જોઈએ ને આવા થતા એકસીડન્ટમાંથી મુકતી પામવી જોઇએ..
આ એક ન્યુઝ સમાચાર છે..

Gujarati News by Harshad Patel Pij : 111195391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now