હું ક્યાં કહું છું, કે હું પ્રેમ થી ડરું છું
બેખોફ રહીને હું તો તુજ પર મરું છું"
આવે પ્રણયમાં વિરહને ,થાય વેદના બહુ
દર્દ દિલમાં લઈ હું ખુલ્લે આમ હું ફરું છું"
હર હમેશ તું દિલમાં રહેવાની સદા માટે
હું ક્યાં ખુદા પાસે ય કદી પણ કરગરુ છું"
નદી કિનારે રેત નું બનાવ્યું હતું, સ્વપ્નનું ઘર
એ વિખરાયેલી રેત, એ ક્ષણને હું સંઘરૂં છું"
જગ જાહેર થાયને, બદનામી થાય ભલે,
હું અંતે સૌ ને કહું છું ,હું તને પ્યાર કરું છું"