#kavyotsav2
રસ હતો ઘર વખરી માં ને ચાહ્યું
અંતર નું ઊંડાણ,
આ તો અંતરમન ના કેવા ખેડાણ.
ટીવી ફ્રીઝ રાચ રચીલા નું માળખું
ક્યારે કરી ગયું જીવન ને પાંગળું.
અંતર મથે અલખને અને
રહી જાય આઘે આંગળું
ઘડીક નો આ વિચાર ને ઘડીક સંભાળ
ચાલો શરૂ કરું ઘરવખરી ની આળપંપાળ.
સમતા બેન રાજ્યગુરુ