Gujarati Quote in Poem by Neel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav2

આ જે  તાવ  ચડ્યો  છે ને એને વધવા દે જે
અને જે ભાવ રાખ્યો  છે ને એને રહેવા દે જે

દર્દો નો  સૈલાબ  વહી નીકળ્યો છે આંખો થી
એને  રોકજે નહીં આજ એને તું વહેવા દે જે

કૂંપળો  પાંગરી  રહી છે પ્રેમ ની જે ભીતર માં
આપીને  થોડી  હૂંફ વસંત ને તું ખીલવા દે જે

ટહુકી  રહી  છે કોયલ યાદો ની જે ડાળે ડાળે
સંગીત આ અનંત પ્રેમ નો એને તું ગાવા દે જે

વિસ્તરી  જાશે આ સરગમ આખા જગત માં
નહીં રહે પછી કોઈ ગમ તું બસ ભૂલવા દે જે

રહી  ગયું છે ભીતર માં જે કદી નથી કહેવાયું
રોકજે  નહીં  તું આજ મને બસ કહેવા દે જે

વસી  ગયા  છો નસેનસ માં એમ રક્તવત તો
નિલ હરેક ક્ષણને અવસર પ્રેમનો કરવા દે જે

-નિલ

Gujarati Poem by Neel : 111159367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now