#kavyotsav2
મૌન નો મોભો એવો મુખ પર ધરી ને બેઠો છું
કદાચ આજ હું ખુદ ને જ પ્રેમ કરી બેઠો છું
ધારા વહી જે આંખો થી અશ્રુઓ ખુશીના છે
મહીં ના ગમો બધાં આજે હું ભુલીને બેઠો છું
કૈક જન્મો નીકળી ગયા ખુદ ને જ શોધવામાં
આજ ભીતર માં હું એવો પડાવ કરી બેઠો છું
જીવન ની ભૂલો બધી આજ પાઠ બની ગયી
એટલે તો હું મુખ પર હાસ્ય ધરી ને બેઠો છું
ઈશ તુજને પામવા ની આ કેવી તાલાવેલી છે
નાસમજ હું સૂરજ સામે દીવો ધરીને બેઠો છું
નથી રહી ઈચ્છા કોઈ, ના તો શેની પ્યાસ રહી
એમ હું શૂન્યતા માં આજ શૂન્ય બની બેઠો છું
મૌન નો મોભો એવો મુખ પર ધરી ને બેઠો છું
કદાચ આજ નિલ ખુદ ને જ પ્રેમ કરી બેઠો છું
-નિલ
તા. ૨૦/૪/૨૦૧૯
સમય-૭:૪૩ am